શોધખોળ કરો
Advertisement
યસ બેન્ક સંકટઃ રાણા કપૂરની મુશ્કેલીમાં વધારો, ED બાદ હવે CBIએ પણ કેસ દાખલ કર્યો
યસ બેન્કના ફાઉન્ડર અને પૂર્વ સીઇઓ રાણા કપૂરને મુંબઇની વિશેષ કોર્ટે 11 માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલ્યા છે
નવી દિલ્હીઃ સીબીઆઇએ યસ બેન્કના કો-ફાઉન્ડર રાણા કપૂર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ એફઆઇઆરમાં રાણા કપૂર પરિવારની માલિકીની ડીઓઆઇટી અરબન વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ડીએચએફએલના નામ છે.
આ અગાઉ યસ બેન્કના ફાઉન્ડર અને પૂર્વ સીઇઓ રાણા કપૂરને મુંબઇની વિશેષ કોર્ટે 11 માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલ્યા છે. ઇડીએ યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરને મની લોન્ડરિંગના આરોપ હેઠળ રવિવારે ધરપકડ કરી હતી. ઇડીએ છ માર્ચના રોજ રાણા કપૂરના ઘર પર રેડ મારી હતી ત્યારબાદ 20 કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ બેલાર્ડ એસ્ટેટમાં ઇડીના કાર્યાલયમાં કપૂરની ધરપકડ કરી દેવામાં આવી. ઇડીની યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂર વિરુદ્ધ તપાસમાં 2000 કરોડ રૂપિયાના રોકાણ, 44 મોંઘી પેઇન્ટિંગ અને એક ડઝનથી વધુ કથિત શેલ કંપનીઓ કેન્દ્રમાં છે. ઇડી રાણા કપૂરની દીકરીઓ રાખી કપૂર ટંડન, રોશની કપૂર અને રાધા કપૂરની પણ પૂછપરછ કરી રહી છે.Mumbai's Special Holiday Court sends #YesBank founder Rana Kapoor to Enforcement Directorate custody till 11th March. He was yesterday arrested by the ED and produced today in the Court. pic.twitter.com/rFCTE4Kjbg
— ANI (@ANI) March 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement