(Source: ECI/ABP News/ABP Majha)
Delhi : સીનિયર સિટિઝનને પોલીસ ચેક પોસ્ટથી 200 મીટર દૂર જ નીચે પાડીને બે લૂંટારૂંએ લૂંટી લીધા, સીસીટીવીમાં ઘટના કેદ
કેમેરામાં દેખાય છે કે, બે શખ્સો પાછળથી આવે છે અને વૃદ્ધને દબોચી લીધો હતો અને તેના પાસેથી બેગ છીનવી લીધી હતી
નવી દિલ્લીઃ નોર્થ વેસ્ટ દિલ્લીના જહાંગીરપુરી વિસ્તારમાં ગુરુવારે 65 વર્ષીય પુરુષ સાથે લૂંટની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કેમેરામાં દેખાય છે કે, બે શખ્સો પાછળથી આવે છે અને વૃદ્ધને દબોચી લીધો હતો અને તેના પાસેથી બેગ છીનવી લીધી હતી. આ અંગે ફરિયાદ થઈ છે, પરંતુ હજુ સુધી લૂંટારા પકડાયા નથી.
#JUSTIN: Two men robbed a bag from a 65-year-old man when he was returning home in North-West Delhi’s Jahangirpuri area. An FIR has been registered, but no arrest has been made so far. @IndianExpress, @ieDelhi pic.twitter.com/coK4mARdBt
— Mahender Singh Manral (@mahendermanral) August 27, 2021
આ આઘાતજનક ઘટનાના વીડિયોમાં દેખાય છે કે, ભોગ બનેલા વૃધ્ધે પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ બંનેએ તેમને નીચે પાડી દીધા હતા અને પછી તેમની બેંગ આંચકીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ઓફિસરે જણાવ્યું કે, બંને માણસોએ વૃદ્ધને નીચે પાડી દીધા હતા ને પછી તેમને પકડી રાખીને તેમની બેંગ આંચકીને ભાગવામાં સફળ રહ્યા હતા. ભોગ બનેલી વ્યક્તિએ પોતાના પરિવારને આ અંગે જાણ કરી હતી ને પછી તેમણે પોલીસને જાણ કરી હતી. આ ઘટના પોલીસ ચેક-પોસ્ટથી માત્ર 200 મીટરના અંતરે જ બની હતી.
પોલીસ જણાવ્યું કે, રામ નિવાસ નામના આ સીનિયર સિટિઝન વહેલી સવારે 3.30 કલાકે પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. રામ નિવાસ પોતાનું ઘર આવેલું છે એ શેરીમાં પ્રવેશ્યા ત્યારે જે બે લૂંટારા પાછળથી આવી પહોંચ્યા હતા ને તેમનું ગળું દબાવીને તેમને નીચે પાડી દીધા હતા. લૂંટારા પૈકી એક લૂંટારાએ બેગ આંચકી લીધી ને પછી બંને લૂંટારા ભાગી ગયા. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે પણ હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. 65 વર્ષના રામનિવાસ નામના સીનિયર સિટિઝન જહાંગીરપુરા વિસ્તારમાં રહે છે.