શોધખોળ કરો
પહેલી ડિસેમ્બર સુધી મફત મળશે ફાસ્ટેગ, કેન્દ્ર સરકારે કરી જાહેરાત
ગડકરીએ જણાવ્યું કે પહેલી ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર રોકડ ટોલ ચુકવવાની સુવિધા ખતમ કરવામાં આવશે. ટોલ પર માત્ર ફાસ્ટેગથી ટોલ ચૂકવી શકાશે.
![પહેલી ડિસેમ્બર સુધી મફત મળશે ફાસ્ટેગ, કેન્દ્ર સરકારે કરી જાહેરાત central government announced fastag will get free till december પહેલી ડિસેમ્બર સુધી મફત મળશે ફાસ્ટેગ, કેન્દ્ર સરકારે કરી જાહેરાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/21235602/toll.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: દેશભરમાં તમામ ટોલ 1 ડિસેમ્બરથી કેશલેસ થવાના છે. એવામાં ફાસ્ટેગ વગર આપ ટોલ પરથી પસાર થઈ શકશો નહીં. જો તમે હજુ પણ ફાસ્ટેગ નથી ખરીદ્યું તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકારે ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે આગામી 1 ડિસેમ્બર સુધી તેને મફતમાં ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. જેની જાહેરાત કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ગુરુવારે આપી હતી.
ગડકરીએ જણાવ્યું કે પહેલી ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર રોકડ ટોલ ચુકવવાની સુવિધા ખતમ કરવામાં આવશે. ટોલ પર માત્ર ફાસ્ટેગથી ટોલ ચૂકવી શકાશે.
હાલમાં એનએચઆઈના નેટવર્કમાં કુલ 537 ટોલ પ્લાઝા છે. જેમાં 17 ટોલ પ્લાઝાને છોડીને બાકીના ટોલ પ્લાઝાની લેન આગામી 30 નવેમ્બર સુધી ફાસ્ટેગથી સજ્જ થઈ જશે. સરકારને નક્કી કર્યું છે કે જેની ગાડી પર ફાસ્ટેગ નહીં હશે તેમણે ઇલેક્ટ્રોનિક ટોલ લેનમાં ઘૂસવા પર ડબલ ટોલ ચૂકવવો પડશે.
તેમણે જણાવ્યું કે ફાસ્ટેગ ખરીદતી વખતે 150 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લેવમાં આવે છે. પરંતુ તેને પ્રત્સાહન આપવા માટે એનએચઆઈ હાલમાં મફત આપશે. જો કે ફ્રિ ફાસ્ટેગ માત્ર એનએચઆઈના પોઈન્ટ ઓફ સેલ પર મળશે. જો તમે બેન્ક પાસેથી ખરીદશો તો તેની રકમ ચુકવવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)