શોધખોળ કરો
Advertisement
કાશ્મીર પર અફવા ફેલાવનારો પર કાર્યવાહી, 8 ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાની ભલામણ
જમ્મુ કાશ્મીરમાં હાલમાં કલમ 370 હટાવવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પર સરકારનું વધુ ધ્યાન છે
નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે અફવા અને ખોટી જાણકારી ફેલાવનારા કેટલાક ટ્વિટર એકાઉન્ટ્સને બંધ કરવાની ભલામણ કરી છે. જાણકારી અનુસાર, તેમાં કુલ આઠ લોકોના એકાઉન્ટ સામેલ છે.
જમ્મુ કાશ્મીરમાં હાલમાં કલમ 370 હટાવવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પર સરકારનું વધુ ધ્યાન છે જેથી કોઇ એવી વાતો ફેલાવવામાં ના આવે જેમાં ઘાટીમાં શાંતિને હાનિ ના પહોંચે. હાલમાં જાસૂસી વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કેટલાક આતંકી જૂથ જમ્મુ કાશ્મીરમાં કોઇ મોટા હુમલાની તૈયારી કરી છે. એવામાં કોઇ અફવા શાંતિ ભંગ કરી શકે છે.
નોંધનીય છે કે જાસૂસી વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે કે ઇસ્લામિક સ્ટેટ અને આઇએસઆઇ સમર્થિત આતંકવાદી સોમવારે ભારતમાં બકરી ઇદના અવસર હુમલામાં કાવતરુ રચી રહ્યા છે. રાજ્ય પોલીસ અને પોલીસ હેડક્વાર્ટર્સમાં એક ગુપ્ત રિપોર્ટમાં શુક્રવારે જાસૂસી વિભાગે કહ્યું કે, આઇએસઆઇ સમર્થિક જેહાદી સમૂહના આતંકવાદી જમ્મુ કાશ્મીર અને દેશના અન્ય વિસ્તારોમાં ઇદના અવસર પર આતંકી ઘટનાને અંજામ આપી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion