શોધખોળ કરો

Covid-19: કોરોનાના નવા વેરિઅન્ટને લઈ કેંદ્ર સતર્ક, હાઈલેવલ બેઠક મળી, રાજ્યોને આપવામાં આવી આ સલાહ 

વડાપ્રધાનના અગ્ર સચિવ પી.કે. મિશ્રાએ કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવા બેઠકની અધ્યક્ષતા કરી હતી.

Corona Update: દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે સોમવારે (21 ઓગસ્ટ) કેન્દ્રએ  એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાનના અગ્ર સચિવ પી.કે. મિશ્રાએ કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવા બેઠકની અધ્યક્ષતા કરી હતી. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે.  આવી સ્થિતિમાં ફરી એકવાર ભારતમાં કોરોનાવાયરસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને એ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે ભારતમાં તો નવા વેરિઅન્ટ ફેલાઈ રહ્યા નથી ને. આ બેઠક સોમવારે સાંજે સ્વાસ્થ્ય મંત્રાલયમાં યોજાઈ હતી.

આ દરમિયાન રાજ્યોને પરીક્ષણ, જીનોમ સિક્વન્સિંગ વધારવા અને કોરોના વાયરસના નવા વૈશ્વિક પ્રકારો પર નજીકથી નજર રાખવા માટે કહેવામાં આવ્યું હતું. તાજેતરમાં, કોરોના BA.2.86 ના નવા પ્રકારને કારણે ઘણા દેશોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલ, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પીએમઓના સલાહકાર અમિત ખરે અને અન્ય અધિકારીઓએ આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો.

કોરોના વાયરસના નવા વેરિઅન્ટ વિશે ચર્ચા કરવામાં આવી હતી   

આ બેઠકમાં આરોગ્ય સચિવે વિશ્વમાં કોરોનાના વધતા કેસોની સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, જ્યારે 50 થી વધુ દેશોમાં EG.5 (Aris) નોંધાયા છે, ચાર દેશોમાં BA.2.86 (પિરોલા) વેરિઅન્ટના કેસ મળી આવ્યા છે.

બેઠકમાં એ પણ જણાવવામાં આવ્યું કે છેલ્લા 7 દિવસમાં વૈશ્વિક સ્તરે કોવિડ-19ના કુલ 2,96,219 નવા કેસ નોંધાયા છે, જ્યારે ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં માત્ર 223 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય સચિવે કહ્યું કે સમગ્ર દેશમાં નવા કોરોના કેસની દૈનિક સરેરાશ 50થી નીચે છે.

આ સલાહ રાજ્યોને આપવામાં આવી હતી

પી.કે. મિશ્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં કોવિડ-19ની સ્થિતિ સ્થિર હોવા છતાં, રાજ્યોએ જીનોમ સિક્વન્સિંગમાં ઝડપી વૃદ્ધિને જોતાં નવા વૈશ્વિક પ્રકારો પર નજીકથી નજર રાખવી પડશે. રાજ્યોએ ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર  શ્વસન  સંક્રમણ (SARI) પર દેખરેખ રાખવાની જરૂર છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં 5,31,926 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા 4,49,96,653 છે.   

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget