શોધખોળ કરો
Advertisement
PM મોદીને ભેટી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા ISRO ચીફ સિવન, Video જોઈ તમારી આંખો પણ થઈ જશે ભીની
ક્રવાર-શનિવારની રાત્રે Chandrayaan 2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો.
નવી દિલ્હીઃ મિશિન ચંદ્રયાન-2ની નિષ્ફળતાએ ઈસરો ચીફ અને પીએમ નરેન્દ્ર મોદી બન્નેને ભાવુક કરીદીધા. ઇસરો કન્ટ્રોલ રૂમમાં વૈજ્ઞાનિકોને કરેલ સંબોદન બાદ પીએમ બહાર નીકળેછે ત્યારે ભાવુક ઈસરો ચીફ કે સિવન ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. પીએમ મોદીએ ઈસરો ચીપને ગળે લગાવીને હિંમત આપી. પીએમએ ઈસરો ચીફની પીઠ થપથપાવી અને તેમને ગળે લગાવી અને ગાડીમાં બેસી ગયા.
આ દરમિયાન પીએમ મોદી પણ ભાવુક દેખાયા. નોંધનીય છે કે, શુક્રવાર-શનિવારની રાત્રે Chandrayaan 2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો. ત્યારબાદ ઇસરોના અધ્યક્ષ કે. સીવને કહ્યું હતું કે, ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરથી કોમ્યુનિકેશન શનિવાર વહેલી પરોઢે તૂટી ગયો છે અને આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
અગાઉ, વડાપ્રધાને દેશ તથા ઇસરોના વૈજ્ઞાનિકોને સંબોધિત કરતાં વધુમાં કહ્યું કે, હું ગઈ કાલ રાત્રે આપની મનસ્થિતિને સમજતો હતો. તમારી આંખો ઘણું બધું કહેતી હતી. તમારા ચહેરા પરની ઉદાસી હું વાંચી શકતો હતો. એટલે વધારે સમય હું તમારી વચ્ચે ન રોકાયો. તમે ઘણી રાતોથી નથી સૂતા, તેમ છતાંય મારું મન હતું કે સવારે તમને ફરી બોલાવું અને તમારી સાથે વાત કરું. આ મિશન સાથે જોડાયેલી વ્યક્તિઓ અલગ જ અવસ્થામાં હતા. અચાનક જ બધું નજર આવવાનું બંધ થઈ જાય. મેં પણ એ પળ તમારી સાથે જીવી છે. જ્યારે કોમ્યુનિકેશન બંધ થઈ ગયું અને તમે હલી ગયા, હું એ જોઈ રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement