શોધખોળ કરો

Chandrayaan 3 Landing: જો ચંદ્રયાન-3નું લેન્ડિંગ નિષ્ફળ જશે તો શું થશે? ISROના વૈજ્ઞાનિકોએ કરી છે તૈયારી

Chandrayaan-3: ચંદ્રયાન-3  23 ઓગસ્ટની સાંજે ચંદ્ર પર ઉતરશે. દરેક દેશવાસી આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે

Chandrayaan-3:  માત્ર એક દિવસ... ચંદ્રયાન-3  23 ઓગસ્ટની સાંજે ચંદ્ર પર ઉતરશે. દરેક દેશવાસી આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. જો કોઈ કારણોસર ચંદ્રયાન ચંદ્ર પર ઉતરી શકશે નહી તો શું તે ક્રેશ થઇ જશે કે પછી અવકાશમાં ફરતું રહેશે કે પછી ધરતી પર પાછું ફરશે ? આવા અનેક પ્રશ્નો આ સમયે લોકોના મનમાં ઘૂમી રહ્યા હશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો આમ થશે અને ચંદ્રયાન-3 મિશન નિષ્ફળ જશે તો તેના પરિણામો ખૂબ જ ખરાબ આવશે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડૉ. એસ. સોમનાથે કહ્યું કે જો ચંદ્રયાનના તમામ સેન્સર અને એન્જિન કામ કરવાનું બંધ કરી દે તો પણ અવકાશયાન ચંદ્ર પર ઉતરશે. બીજી બાજુ જો ચંદ્રયાન ચંદ્રના ગુરુત્વાકર્ષણને કેપ્ચર કરી શકશે નહી તો તે ક્રેશ થઇ જશે અથવા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નહી મળવાના કારણે તે અવકાશમાં ફરતું રહી શકે છે.

મિશન ચંદ્રયાન-3 નિષ્ફળ જશે તો શું છે ઈસરોની તૈયારી?

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, આવી સ્થિતિમાં ઈસરો સ્પેસક્રાફ્ટને ફરીથી કંટ્રોલ કરીને પૃથ્વી પર પાછા લાવવાનો પ્રયાસ કરશે. તેના અલ્ગોરિધમ અને ટાઈમિંગમાં પણ ફેરફાર થઈ શકે છે. આ કારણે આ ચંદ્રયાન અવકાશમાં ખોવાઈ જશે અથવા તો તે પૃથ્વી કે ચંદ્ર પર તૂટી પડશે.

તેને ફરીથી ચંદ્ર પર મોકલવું મુશ્કેલ બનશે

ઈસરોના એક ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે જો ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઉતરી ન શકે તો મિશન મૂનને નિષ્ફળ જાહેર કરવામાં આવશે કારણ કે તેને ચંદ્ર પર પાછા મોકલવા માટે પૂરતું બળતણ નથી. તેમણે કહ્યું કે બીજી સમસ્યા એ પણ હશે કે અવકાશના રેડિયેશન વાતાવરણમાં આટલો સમય વિતાવવાને કારણે ચંદ્રયાન-3ના પાર્ટ્સ કામ કરવાનું બંધ કરી શકે છે અને બગડી પણ શકે છે.

જો ચંદ્રયાન-3ના લેન્ડરને 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 5.30 થી 6.30 વાગ્યાની વચ્ચે લેન્ડિંગ માટે યોગ્ય સ્થાન ન મળે તો લેન્ડિંગ મોકૂફ રહી શકે છે. આ એક પ્રકારનો બેકઅપ પ્લાન છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો દરેક વૈજ્ઞાનિક તેના મિશન માટે પ્લાન B બનાવે છે. ઈસરોએ પણ આવું જ કર્યું છે.

ISROનું એક કેન્દ્ર અમદાવાદ, ગુજરાતમાં છે. તેનું નામ સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) છે. તેના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈએ જણાવ્યું હતું કે લેન્ડિંગના બે કલાક પહેલા 23 ઓગસ્ટ, 2023ના રોજ ઈસરોના મુખ્ય વૈજ્ઞાનિકો નક્કી કરશે કે લેન્ડિંગ કરવું જોઈએ કે નહીં.

દેસાઈએ કહ્યું કે આમાં અમે જોઈશું કે અમને ઉતરાણ માટે યોગ્ય જગ્યા મળી કે નહીં. કેવી છે લેન્ડરની સ્થિતિ? ઉપરાંત, ચંદ્રના વાતાવરણ અને સપાટીની સ્થિતિ શું છે. શું તે ઉતરાણ માટે યોગ્ય છે? જો કોઈ ખામી લાગશે તો અથવા આશંકા ઊભી થાય છે તો ચંદ્રયાન-3નું લેન્ડિંગ 27 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવશે. જો કોઈ સમસ્યા નથી તો લેન્ડિંગ 23 ઓગસ્ટે કરવામાં આવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget