ચંદ્રયાન-3માં કેટલું છે ફ્યૂલ, અવકાશમાં ઉડવા ઇસરોએ કયુ ફ્યૂલ વાપર્યુ છે, શું જાણો છો તમે ?
ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ચંદ્રયાન-3માં 14 જુલાઈએ લૉન્ચિંગ સમયે 1696.4 કિલો ફ્યૂલ ભરવામાં આવ્યું હતું
Chandrayaan-3: ચંદ્રયાન-3 આજે 23 ઓગસ્ટ, બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે, પરંતુ આ દરમિયાન સૌથી મોટો સવાલ એ છે કે ચંદ્રયાન-3ને ચંદ્ર સુધી પહોંચવા માટે કેટલા ઇંધણની જરૂર હતી. અને સૌથી મોટો સવાલ એ છે કે ચંદ્ર પર લાંબા સમય સુધી કામ કરવા માટે કેટલા ઇંધણની જરૂર પડશે. આ સાથે લોકોના મનમાં એક સવાલ એ પણ છે કે આખરે ચંદ્રયાન-3માં સામાન્ય પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે કે પછી તેમાં કોઈ ખાસ પ્રકારનું ફ્યૂલ વાપરવામાં આવે છે. આ આર્ટિકલમાં જાણો ચંદ્રયાન-3માં ઇસરોએ કયુ ફ્યૂલ વાપર્યુ છે....
ચંદ્રયાન-3માં કેટલું છે ફ્યૂલ ?
ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ચંદ્રયાન-3માં 14 જુલાઈએ લૉન્ચિંગ સમયે 1696.4 કિલો ફ્યૂલ ભરવામાં આવ્યું હતું. અમે આને કિલોમાં કહી રહ્યા છીએ કારણ કે ચંદ્રયાન-3માં જે પ્રકારનું ફ્યૂલ વપરાયું છે તે કિલોમાં લખી શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ ઈન્ટરવ્યૂ દરમિયાન એસ સોમનાથે કહ્યું હતું કે ચંદ્રયાન-3માં હજુ પણ 150 કિલોથી વધુ ફ્યૂલ બચ્યું છે, જે તે તેને લાંબા સમય સુધી કામ કરવાની સ્થિતિમાં રાખશે ?
ચંદ્રયાન-3માં કયા પ્રકારના ફ્યૂલનો ઉપયોગ થયો છે ?
કોઈપણ સ્પેસ શટલ અથવા અવકાશયાન ચલાવવા માટે જરૂરી બળતણને પ્રવાહી હાઈડ્રૉજન કહેવામાં આવે છે. લિક્વિડ હાઇડ્રોજન એ વિશ્વનું બીજું સૌથી ઠંડું પ્રવાહી છે. તેનું તાપમાન માઈનસ 252.8 ડિગ્રી સેલ્સિયસ છે. આ ઈંધણનો ઉપયોગ ચંદ્રયાન-3માં પણ કરવામાં આવ્યો છે. NASA જેવી સ્પેસ એજન્સીઓ પણ જ્યારે તેમનું કોઈપણ સ્પેસ શટલ લૉન્ચ કરે છે ત્યારે આ ફ્યૂલનો ઉપયોગ કરે છે.
આ ફ્યૂલને લઈને દુનિયાભરમાં સંશોધન ચાલી રહ્યું છે કે શું તેનો ઉપયોગ વાહનોમાં પણ થઈ શકે છે. ભારત સરકાર ગ્રીન હાઇડ્રોજન નામના પ્રૉજેક્ટ પર પણ કામ કરી રહી છે. જો તેને આમાં સફળતા મળે છે તો તે દિવસ દૂર નથી જ્યારે દુનિયા ડીઝલ પેટ્રોલ અને તેના પ્રદૂષણથી મુક્ત થઈ જશે.
અહીં તમે ચંદ્રયાન-3નું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો
ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઇવ ટેલિકાસ્ટ 23 ઓગસ્ટ, 2023ના રોજ સાંજે 5.27 વાગ્યે શરૂ થશે. આ ઈસરોની વેબસાઈટ,યુટ્યુબ, ફેસબુક પર જોઈ શકાય છે. ISRO અથવા પછી તે ડીડી નેશનલ ટીવી ચેનલ પર જોઈ શકાય છે.
ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બનશે
ચંદ્રયાન-3ની સફળતા ભારતનો ડંકો વગાડી દેશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પહેલો દેશ બનશે અને ત્યારબાદ સમગ્ર વિશ્વ ચંદ્રયાન-3 દ્વારા વધુ સંશોધન કરશે.