Chandrayaan 3: ચંદ્રયાન-3ને લઈ ઈસરોએ આપી મહત્વની જાણકારી
ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3ને લઈ મહત્વની જાણકારી આપી છે. તેમના જણાવ્યા અનુસાર ચંદ્રયાન -3 અંતરિક્ષમાં તેની ભ્રમણકક્ષામાં આગળ વધવાનું પ્રથમ સ્ટેપ સફળતાપૂર્વક પાર કર્યું છે.
ચેન્નઈ: ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3ને લઈ મહત્વની જાણકારી આપી છે. તેમના જણાવ્યા અનુસાર ચંદ્રયાન -3 અંતરિક્ષમાં તેની ભ્રમણકક્ષામાં આગળ વધવાનું પ્રથમ સ્ટેપ સફળતાપૂર્વક પાર કર્યું છે. ઈસરોએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી છે.
ઈસરોએ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી ચંદ્રયાનને લઈ માહિતી આપી
ઈસરોએ કહ્યું, ચંદ્રયાન-3 મિશન જાણકારી: અંતરિક્ષ યાનની સ્થિતિ સામાન્ય છે. ભ્રમણકક્ષામાં આગળ વધવાનું પ્રથમ સ્ટેપ ISTRAC/ISRO, બેંગલુરુ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યુ હતું. અંતરિક્ષયાન હવે 41762 કિલોમીટર (કિમી) X 173 કિલોમીટરની ભ્રમણકક્ષામાં છે.
Chandrayaan-3 Mission update:
The spacecraft's health is normal.
The first orbit-raising maneuver (Earthbound firing-1) is successfully performed at ISTRAC/ISRO, Bengaluru.
Spacecraft is now in 41762 km x 173 km orbit. pic.twitter.com/4gCcRfmYb4 — ISRO (@isro) July 15, 2023
ચંદ્રયાન-3 શુક્રવારે બપોરે 2.35 વાગ્યે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું
ભારતે ચંદ્ર પર પહોંચવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. ભારતનું ત્રીજું ચંદ્રયાન મિશન શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. કાઉન્ટડાઉન બાદ ચંદ્રયાન-3 રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કરીને અવકાશમાં મોકલવામાં આવ્યા છે. જે બાદ ભારત હવે વિશ્વમાં એક મોટો રેકોર્ડ હાંસલ કરવાની ખૂબ નજીક છે. જો ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરે છે, તો ભારત વિશ્વના પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ જશે, જેમણે આ કારનામું કર્યું છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) વતી આ પ્રક્ષેપણ વિશે જણાવવામાં આવ્યું હતું કે ત્રીજું ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3' વર્ષ 2019ના 'ચંદ્રયાન-2'નું ફોલો-અપ મિશન છે. ભારતના આ ત્રીજા ચંદ્ર મિશનમાં પણ, અવકાશ વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 'ચંદ્રયાન-2' મિશન દરમિયાન, અંતિમ ક્ષણોમાં, લેન્ડર 'વિક્રમ' પાથના વિચલનને કારણે 'સોફ્ટ લેન્ડિંગ' કરી શક્યું ન હતું. ક્રેશ લેન્ડિંગના કારણે આ મિશન સફળ રહ્યું ન હતું. રોકેટને ફેટ બોય તરીકે પણ ઓળખવામાં આવે છે
'ચંદ્રયાન-3' પ્રોગ્રામ હેઠળ, ISRO ચંદ્રની સપાટી પર 'સોફ્ટ-લેન્ડિંગ' અને તેના ચંદ્ર મોડ્યુલની મદદથી ચંદ્રની ભૂપ્રદેશ પર રોવરની ચાલનું પ્રદર્શન કરીને નવી સીમાઓ પાર કરવા જઈ રહ્યું છે. LVM3M4 રોકેટ ISROના મહત્વાકાંક્ષી 'ચંદ્રયાન-3'ને પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ ચંદ્રની સફર પર લઈ ગયું છે. આ રોકેટને પહેલા GSLVMK3 કહેવામાં આવતું હતું. અવકાશ વિજ્ઞાનીઓ ભારે સાધનો વહન કરવાની ક્ષમતાને કારણે તેને 'ફેટ બોય' પણ કહે છે. ઈસરોના વૈજ્ઞાનિકોના મતે જો બધું બરાબર રહ્યું તો ઓગસ્ટના અંતમાં તે ચંદ્ર પર ઉતરશે.