શોધખોળ કરો
Advertisement
ચંદ્રયાન-2ને મળી મોટી સફળતા, ઓર્બિટરથી લેન્ડર વિક્રમ અલગ થયું
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ચંદ્રયાન-2 ને ચંદ્રની કક્ષામાં પહેલા જ સફળતાપૂર્વક પ્રવેશ કરાવી ચૂક્યું છે. ત્યારબાદ ઇસરો ચંદ્રયાન-2ના ઓર્બિટરથી લેન્ડર વિક્રમને અલગ કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પાર કરી છે.
નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ચંદ્રયાન-2 ને ચંદ્રની કક્ષામાં પહેલા જ સફળતાપૂર્વક પ્રવેશ કરાવી ચૂક્યું છે. ત્યારબાદ ઇસરો ચંદ્રયાન-2ના ઓર્બિટરથી લેન્ડર વિક્રમને અલગ કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પાર કરી છે. લેન્ડર વિક્રમ સાત સપ્ટેમ્બર દોઢ વાગ્યાથી અઢી વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર પહોંચશે. દેશના બીજા મૂન મિશન ચંદ્રયાન-2એ ચંદ્રની કક્ષામાં 20 ઓગસ્ટે પ્રવેશ કર્યો હતો.
ઇસરોએ જાણકારી આપી કે 1.15 વાગ્યે વિક્રમ અલગ થયું. દેશના બીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-2એ ચંદ્રની કક્ષામાં 20 ઓગસ્ટે પ્રવેશ કર્યો હતો. ઇસરો તરફથી જાહેર નિવેદન મુજબ, લૅન્ડર વિક્રમને આજે બપોર. 1.15 વાગ્યે ચંદ્રયાન-2 ઓર્બિટરથી સફળતાપૂર્વક અલગ કરી દીધું. લેન્ડર વિક્રમ હાલમાં 119 કિમી x 127 કિમીની કક્ષમાં સ્થિત છે. ચંદ્રયાન-2 ઓર્બિટર પોતાની હાલની કક્ષામાં ચંદ્રની પરિક્રમા કરતું રહેશે.#ISRO Vikram Lander Successfully separates from #Chandrayaan2 Orbiter today (September 02, 2019) at 1315 hrs IST.
For details please visit https://t.co/mSgp79R8YP pic.twitter.com/jP7kIwuZxH — ISRO (@isro) September 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement