શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આજથી બેન્કિંગ-વીમા સહિત આ નિયમોમાં થયા ફેરફાર, જાણો સામાન્ય લોકો પર શું અસર પડશે
આજથી દેશની બહાર રૂપિયા મોકલવા પર પાંચ ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ એટલે કે ટીસીએસ કપાશે.
અમદાવાદઃ આજથી અનલોક-5ની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે 1લી ઓક્ટોબરથી સામાન્ય લોકોના જીવમાં પણ અનેક ફેરફાર જોવા મળશે. આજે કેટલાય એવા નિયમો છે જે બદલાઈ ગયા છે જેની સીધી અસર સામાન્ય લોકો પર પડવાની છે.
આજથી મીઠાઈના વેપારીઓએ ફરજિયાત મીઠાઈ પર એક્સપાઈરી ડેટ દર્શાવવી પડશે. ઉપરાંત બેન્કિંગ અને મોટર વ્હિકલ સહિતના નિયમોમાં પણ ફેરફાર થશે. ઉપરાંત કસ્ટન ડ્યૂટીના કારણે ટેલિવિઝનની કિંમતમાં વધારો થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત હવે વાહન ચલાવતા સમયે તમે મોબાઈલનો ઉપયોગ કરી શકશો પણ શરત એટલી છે કે તમે માત્ર રૂટ જોવા માટે જ મોબાઈલનો ઉપયોગ કરી શકશો.
હવેથી LPG સિલિન્ડર ફ્રીમાં નહીં મળે અને સબસિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવ પણ રિવાઈઝ થશે. આ સાથે જ આજથી દેશની બહાર રૂપિયા મોકલવા પર પાંચ ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ એટલે કે ટીસીએસ કપાશે.
ડ્રાઈવિંગ લાયસંસ મેળવવા માટેની પ્રક્રિયા પણ આજથી સરળ બનશે. ઉપરાંત આજથી હેલ્થ ઇનસ્યોરન્સ અંતર્ગત વધારે બિમારીઓ કવર થશે. આ સાથે જ વીમા કંપનીઓ હવે પોતાની મરજી મુજબ ક્લેમ રિજેક્ટ નહીં કરી શકે. સરકારી બેંકો પણ લોન સહિતની બેંકિંગ સર્વિસ આપના ઘર સુધી પહોંચાડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
શિક્ષણ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion