શોધખોળ કરો

Chhattisgarh Election: આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને કોને મળી ટિકિટ 

છત્તીસગઢમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 10 ઉમેદવારોના નામ છે. આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું નસીબ અજમાવી રહી છે.

Chhattisgarh  Elections 2023: છત્તીસગઢમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 10 ઉમેદવારોના નામ છે. આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું નસીબ અજમાવી રહી છે. દિલ્હી અને પંજાબ બાદ હવે પાર્ટી અન્ય રાજ્યોમાં પોતાની પકડ મજબૂત કરવા પર નજર રાખી રહી છે. છત્તીસગઢમાં બીજેપી બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવારોની યાદી આવી ગઈ છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસે હજુ સુધી તેના ઉમેદવારોની કોઈ યાદી જાહેર કરી નથી. 

Chhattisgarh Election: આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને કોને મળી ટિકિટ 

કઇ બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા?

દંતેવાડા- બાલુ રામ ભવાની
નારાયણપુર- નરેન્દ્ર કુમાર નાગ
અકલતારા- આનંદ પ્રકાશ મીરી
ભાનુપ્રતાપપુર- કોમલ હુપેંડી
કોરબા-વિશાલ કેલકર
રાજીમ- તેજરામ વિદ્રોહી
પથલગાંવ- રાજા રામ લકડા
કવર્ધા- ખડગરાજ સિંહ
ભટગાંવ-સુરેન્દ્ર ગુપ્તા
કુનકુરી- લેઓસ મિંજ 

2018માં છત્તીસગઢ ચૂંટણીનું પરિણામ કેવું હતું

2018માં યોજાયેલી છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને માત્ર 15 બેઠકો મળી હતી. તો બીજી તરફ કોંગ્રેસે સૌથી વધુ 68 વિધાનસભા બેઠકો જીતીને સરકાર બનાવી છે. હવે ભાજપ અનેક મુદ્દાઓની તૈયારીમાં વ્યસ્ત છે અને જે બેઠકો પર તે હારી છે તેના કારણો શોધીને આગળની રણનીતિ બનાવી રહી છે.

છેલ્લી ચૂંટણીમાં આ બેઠકો કોણે જીતી?

આમ આદમી પાર્ટીની પ્રથમ યાદીમાં દસ ઉમેદવારોના નામ છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ દસમાંથી નવ બેઠકો કબજે કરી હતી, જ્યારે ભાજપે એક બેઠક જીતી હતી. દંતેવાડા સીટ પર કોંગ્રેસના દેવી કર્મા, નારાયણપુરમાં કોંગ્રેસના ચંદન કશ્યપ, અકલતારામાં ભાજપના સૌરભ સિંહ, ભાનુપ્રતાપપુરમાં કોંગ્રેસના સાવિત્રી મનોજ મંડા, કોરબા સીટ પર કોંગ્રેસના જયસિંહ અગ્રવાલ (જયસિંહ ભૈયા), રાજિમમાં કોંગ્રેસના અમિતેશ શુક્લા કવર્ધામાં કોંગ્રેસના અકબર ભાઈ,  પથ્થરગામ સીટ પર કોંગ્રેસના  રામપુકર સિંહ ઠાકુર, ભાટગાંવમાં કોંગ્રેસના પારસ નાથ રાજવાડે અને કુંકુરીમાં કોંગ્રેસના યુ. ડી. મિંજ જીત્યા હતા. 

આગામી છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. હાલ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. આવી સ્થિતિમાં ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર થવાની  છે. રાજ્યમાં કોંગ્રેસની મજબૂત પકડ છે. પરંતુ આવી સ્થિતિમાં કેજરીવાલની પાર્ટી કોંગ્રેસ માટે ચૂંટણીમાં પડકાર રજૂ કરશે. અહીં ભાજપ પણ રાજ્યમાં સત્તામાં વાપસી કરવા તૈયાર બેઠું છે. જો કે, આ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ભાજપની દરેક રણનીતિ પર નજર રાખી રહ્યા છે. તેમજ કોંગ્રેસ ભૂપેશ બઘેલના નેતૃત્વમાં રાજ્યમાં પોતાની સરકારનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget