શોધખોળ કરો

Chhattisgarh News: મોબાઇલ ફોન માટે પાણી બરબાદ કરવા મામલે મોટી કાર્યવાહી, પોલીસે આ કલમ હેઠળ નોંધ્યો કેસ

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ અધિકારીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 430, 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

Kanker News:  છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ડેમમાં મોબાઈલ પડી જવાને કારણે લાખો લીટર પાણીનો બગાડ કરવા બદલ પોલીસે ફૂડ વિભાગના નિરીક્ષક અને જળ સંસાધન વિભાગના બે અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી.

કાંકેર જિલ્લા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારના મહેસુલ અધિકારીની ફરિયાદના આધારે પખાંજૂર પોલીસ સ્ટેશનમાં ખાદ્ય નિરીક્ષક રાજેશ વિશ્વાસ, જળ સંસાધન વિભાગના એસડીઓ રામલાલ ધીવર અને વિભાગના સબ એન્જિનિયર છોટેલાલ ધ્રુવ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિશ્વાસે કથિત રીતે ડેમના બહારના ભાગમાંથી બધુ પાણી કાઢી દીધું હતું. જેમાં  જળ સંસાધન વિભાગના અધિકારીઓએ વિશ્વાસને મદદ કરી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ અધિકારીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 430, 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં પખાંજૂરમાં તૈનાત વિશ્વાસ અને ધીવરને પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

FIR મુજબ, નાયબ તહસીલદારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે વિશ્વાસ (33) 21 મેના રોજ ખેરકટ્ટા ગામમાં પરાલકોટ ડેમમાં તેના મિત્રો સાથે ફરવા ગયો હતો. આ દરમિયાન તેનો મોબાઈલ પાણીમાં પડી ગયો હતો. વિશ્વાસે પોતાનો મોબાઈલ ફોન પાછો મેળવવા ચાર દિવસ સુધી હજારો લીટર પાણી ડેમમાંથી બહાર કઢાવ્યું હતું.

ડેમમાંથી 41 લાખ લિટર પાણી કાઢવામાં આવ્યું હતું

ધીવર અને ધ્રુવે વિશ્વાસને પાણીનો બગાડ કરવામાં મદદ કરી હતી, જેના કારણે ખેતી અને અન્ય પ્રવૃત્તિઓ માટે એકત્રિત પાણીનો બગાડ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિશ્વાસે 25 મેના રોજ તેનો મોબાઈલ ફોન પાછો મેળવ્યો હતો પરંતુ તે પહેલા ચાર દિવસ સુધી ડેમમાં 41 લાખ લિટર પાણી પંપથી બહાર કાઢી દેવામા આવ્યું હતું. બીજા દિવસે ઘટનાનો ખુલાસો થતા  કાંકેરના જિલ્લા કલેક્ટર પ્રિયંકા શુક્લાએ આ સંબંધમાં રિપોર્ટ માંગ્યો હતો ત્યારબાદ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરવાનગી વિના પાણી ખેંચવા બદલ વિશ્વાસને 10 દિવસમાં વિભાગને 53,092 રૂપિયાનો દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે.

Wrestlers Protest: હવે સચિન તેંડુલકરના ઘર સુધી પહોંચ્યો કુસ્તીબાજના વિરોધનો મુદ્દો, જાણો કોણે લગાવ્યા બેનર

Mumbai News: મુંબઈમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ કુસ્તીબાજોને સમર્થન ન આપવા બદલ બુધવારે ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરના ઘરની બહાર પોસ્ટરો લગાવ્યા હતા. જોકે બાદમાં પોલીસે પોસ્ટર હટાવી દીધું હતું. આ પોસ્ટર યુથ કોંગ્રેસના સભ્ય રંજીતા વિજય ગોરે લગાવ્યું હતું. પોસ્ટરમાં ભારત રત્ન એવોર્ડ વિજેતા સચિન તેંડુલકરના 'મૌન' પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રમતની દુનિયામાં તમે 'ભગવાન' છો, પરંતુ જ્યારે કેટલીક મહિલા ખેલાડીઓ જાતીય સતામણી સામે અવાજ ઉઠાવી રહી છે ત્યારે તમારી માનવતા ક્યાંય દેખાતી નથી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
Embed widget