શોધખોળ કરો
Advertisement
તણાવની વચ્ચે કાશ્મીરી બાળકની મહિલા સુરક્ષાકર્મી સાથે હાથ મિલાવતી તસવીર વાયરલ
વાયરલ થઈ રહેલ તસલવીરમાં એક કાશ્મીરી બાળક ખીમમાં તહેનાત સીઆરપીએફની મહિલા સુરક્ષાકર્મીની સાથે હાથ મીલાવતો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પહેલા જ ત્યાં મોટી સંખ્યામાં સુરક્ષાદળ ઉતારવામાં આવ્યા છે. જમ્મુ અને શ્રીનગરમાં કલમ 144 લાગુ છે અને અનેક વિસ્તારમાં કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યું છે. ત્યારે એક એવી સુંદર તસવીર સામે આવી છે જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ તસવીરને ખીણમાં અમન અને શાંતીની આશા તરીકે જોવામાં આવી રહી છે.
વાયરલ થઈ રહેલ તસલવીરમાં એક કાશ્મીરી બાળક ખીમમાં તહેનાત સીઆરપીએફની મહિલા સુરક્ષાકર્મીની સાથે હાથ મીલાવતો જોવા મળી રહ્યો છે. બાળકની આ સુંદર તસવીર દુરદર્શન અને પ્રસાર ભારતીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. આ તસવીર સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, આ વિશ્વાસ અને સ્મિતનો અતૂટ સંગમ છે.
નોંધનીય છે કે, આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઘાટીમાં આજે પહેલીવાર જુમ્માની નમાજ પઢવામાં આવશે. તેની સાથે હજ યાત્રી પણ પરત ફરશે. તેના માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઘાટીમાં શાંતિ કાયમ રાખવા માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.Child shaking hands with @crpfindia personnel in Kashmir. pic.twitter.com/dWnFQmfHeu
— Prasar Bharati News Services (@PBNS_India) August 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
શિક્ષણ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion