Accident Video: ચીનમાં અચાનક ભીડમાં ઘૂસી પુરપાટ દોડતી કાર, 5ના મોત, દૂર્ઘટના બાદ હવામાં ઉડાવી નોટો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે 22 વર્ષીય યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
Man Drives Car into Crowd in China: ચીનના ગ્વાંગઝોઉ (Guangzhou) માં એક રૉડ અકસ્માત થયો છે, આ દૂર્ઘટનામાં 5 લોકોના મોત થયાના સમાચાર છે. જાણકારી અનુસાર, એક શખ્સે અચાનક પોતાની કાર (China Car Accident) લોકોની ભીડમાં ઘૂસાડી દીધી, આ દૂર્ઘટનામાં રસ્તાં પર ચાલી રહેલા 5 લોકોના મોત થઇ ગયા. દૂર્ઘટનામાં 13 લોકો ઘાયલ પણ થયા છે, બતાવવામાં આવી રહ્યું છે કે, ડ્રાઇવ કરનારા આરોપી શખ્સે દૂર્ઘટના બાદ હવામાં નૉટો પણ ઉડાવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે 22 વર્ષીય યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
ચીનમાં કારે ભીડને કચડી -
ચીના ગ્વાંગઝૂમાં ભીડભાડ વાળા વિસ્તારમાં કેટલાય લોકો કારથી કચડાઇ ગયાોનો વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. બીબીસીના રિપોર્ટ અનુસાર, આ દૂર્ઘટના બુધવારે (11 જાન્યુઆરી)એ દક્ષિણ શહેરના એક વ્યસ્ત જંક્શનમાં સાંજે ઘટી હતી,આરોપી શખ્સ પર જાણી જોઇને કારથી કચડવાનો આરોપ લાગ્યો છે.
#Chinese police have arrested a man who drove a car into pedestrians in #Guangzhou, killing five people and injuring 13 others
— RRN.world (@RRN_breaking) January 12, 2023
The #incident has sparked widespread public outrage, with many accusing the man of deliberately targeting people pic.twitter.com/woQoUY2Dtl
દૂર્ઘટના બાદ આરોપીએ ઉડાવી નૉટો -
સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દૂર્ઘટના બાદ તરત જ કાર ચલાવી રહેલો શખ્સ નૉટો ઉડાવતો દેખાઇ રહ્યો છે. એક વ્યક્તિએ સ્થાનિક મીડિયા આઉટલેટ હોંગક્સિન ન્યૂઝને બતાવ્યુ કે, શખ્સે જાણી જોઇને ટ્રાફિક લાઇટનો ઇન્તજાર કરી રહેલા લોકો પર ગાડી ચઢાવી દીધી. તેને યૂ ટર્ન લીધો અને પછી ફરીથી ટક્કર મારી. તે વ્યક્તિ અનુસાર, આરોપી બહુજ ઝડપથી ગાડી ન હતો ચલાવી રહ્યો, પરંતુ કેટલાક લોકો સમય રહેતા ભાગી ના શક્યા.
Covid : ચીનના આ શહેરમાં વુહાનથી યે ભયાનક સ્થિતિ, 90 ટકા વસ્તીને કોરોનાની ઝપટમાં
Henan Province Infected with Corona Virus : ચીનમાં કોરોનાનો વિનાશ યથાવત છે. અહીં આખે આખા શહેરો જ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. હવે ચીનના ત્રીજા સૌથી વધુ વસ્તી ધરાવતા હેનાન પ્રાંત (હેનાન)ની 90% વસ્તી કોરોના સંક્રમણનો શિકાર બની છે. હેનાનના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ આ માહિતી આપી છે. અગાઉ કોરોનાના પહેલી લહેરમાં કોરોનાએ ચીનના વુહાન પ્રાંતમાં આવી જ રીતે તબાહી મચાવી હતી. વિશ્વભરમાં કોરોનાનો પહેલો કેસ વુહાનથી જ જોવા મળ્યો હતો.
એજન્સીના જણાવ્યા અનુસાર, હેનાન પ્રાંતના સ્વાસ્થ્ય આયોગના ડિરેક્ટર કાન ક્વાંચેંગે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 6 જાન્યુઆરી, 2023 સુધીમાં હેનાનમાં કોરોના સંક્રમણનો દર 89.0 ટકા હતો. એટલે કે હેનાનમાં 99.4 મિલિયન વસ્તી (9.94 કરોડ)માંથી 88.5 મિલિયન એટલે કે (8.84 કરોડ) વસ્તી કોરોનાથી સંક્રમિત હતી.
ચીનમાંથી સામે આવી ચોંકાવનારી તસવીરો
સતત વિરોધ બાદ ચીને ગયા મહિને ઝીરો કોવિડ પોલિસીનો અંત લાવી દીધો હતો. ત્યારથી ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ બહાર આવ્યું છે કે ચીનનું આરોગ્ય વિભાગ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.