શોધખોળ કરો
Advertisement
ચીન કરી રહ્યું છે ભારતના VIP લોકોની જાસૂસી, PM-સાંસદો અને સેના સાથે જોડાયેલ 1350 લોકોની મેળવી જાણકારી
ચીનની એક કંપની શેનઝેન ઇન્ફોટેક અને ઝેન્હુઆ ઇન્ફોટેક આ જાસૂસી કરી રહી છે.
નવી દિલ્હીઃ ભારતમાં ચીનની જાસૂસીને લઈને એક મોટો ખુલાસો થયો છે. ચીન હવે માત્ર એલએસી પર જ નહીં, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ચીન ભારતમાં મોટા બંધારણીય પદો પર બેસેલ રાજનેતાઓ અને રણનીતિક પદો પર બેસેલ અધિકારીઓની જાસૂસી કરી રહ્યું છે.
દેશના અનેક મોટા મોટા લોકોના નામ સામેલ
ખુલાસો થયો છે કે ચીન પીએમ મોદી સહિત પાંચ પ્રધાનમંત્રીઓ, પૂર્વ અને હાલના 40 મુખ્મંત્રીઓ, 350 સાંસદ, કાયદા નિર્માતા, ધારાસભ્ય, મેયર, સરપંચ અને સેના સાથે જોડાયેલ અંદાજે 1350 લોકોની જાસૂસી કરી રહ્યું છે. ઇન્ડિયન એક્સપ્રેસે જે નામોના ખુલાસા કર્યા છે તેમાં દેશના અનેક મોટા મોટા લોગોના નામ સામેલ છે.
ચીનની શેનઝેન ઝેન્હુઆ ઇન્ફોટેક કરી રહી છે જાસૂસી
ચીનની એક કંપની શેનઝેન ઇન્ફોટેક અને ઝેન્હુઆ ઇન્ફોટેક આ જાસૂસી કરી રહી છે. શેનઝેન ઇન્ફોટેક કંપની આ જાસૂસી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર માટે કરી રહી છે. આ કંપનીનું કામ બીજા દેશો પર નજર રાખવાનું છે.
ચીનની જાસૂસીમાં 24 મુખ્યમંત્રી પણ સામેલ
ચીનની જાસૂસી કંપની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સહિત હાલના કુલ 24 મુખ્યમંત્રીઓની જાસૂસી કરી રહી છે. આ લિસ્ટમાં 16 પૂર્વ મુખ્યમંત્રી પણ સામેલ છે.
ક્યા-ક્યા લોકોની થઈ રહી છે જાસૂસી?
હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી
સીડીએસ બિપિત રાવત
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસએ બોબડે
24 મુખ્યમંત્રી
16 પૂર્વ મુખ્યમંત્રી
350 સાંસદ
70 મેયર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement