શોધખોળ કરો
Advertisement
CIDની વેબસાઈટ 'હેક', મોદી સરકાર માટે લખ્યો ચેતવણી ભર્યો મેસેજ
મહારાષ્ટ્ર પોલિસની ગુના અન્વેષણ વિભાગ(સીઆઈડી)ની વેબસાઈટ શુક્રવારે સંભવતઃ હેક કરવામાં આવી હતી અને તેના પર 'ભારતીય પોલિસ અને મોદી સરકાર' સામે ચેતવણી જોવા મળી.
મુંબઈ: મહારાષ્ટ્ર પોલિસની ગુના અન્વેષણ વિભાગ(સીઆઈડી)ની વેબસાઈટ શુક્રવારે સંભવતઃ હેક કરવામાં આવી હતી અને તેના પર 'ભારતીય પોલિસ અને મોદી સરકાર' સામે ચેતવણી જોવા મળી. આ ચેતવણી મુસ્લિમોની ભાવના ઠેસ પહોંચાડવા સાથે જોડાયેલી છે. જો કે સમગ્ર બાબતે રાજ્યના સીઆઈડી પ્રમુખ અતુલચંદ્ર કુલકર્ણીએ દાવો કર્યો કે આ હેકિંગ નહોતુ પરંતુ પરિષ્કૃત વેબસાઈટની સુરક્ષા વિશેષતાઓની તપાસ કરવા માચે એક પરીક્ષણ હતુ.
અધિક પોલિસ મહાનિર્દેશક કુલકર્ણીએ કહ્યુ કે, અમારો ડેટા સુરક્ષિત છે અને વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતીનો કોઈ સવાલ જ નથી. મીડિયા રિપોર્ટ અનુસાર હેક થયેલા વેબપેજ પર બોલ્ડ ફૉન્ટમાં ગવર્નમેટ ઑફ ઈમામ મેહદી લખ્યુ હતુ. આ સાથે જ તેના પર હાથમાં ઝંડા લઈને અને ઘોડા પર સવાર એક વ્યક્તિનો ફોટો હતો. આ સાથે સરકારને અને પોલિસને ચેતવણી ભરેલો મેસેજ લખેલો મળ્યો. વેબપેજ પર દેખાઈ રહેલ મેસેજમાં લખ્યુ હતુ, 'ભારતીય પોલિસ અને મોદી સરકારને અમે ચેતવણી આપીએ છીએ, મુસલમાનોને હેરાન કરવાનુ બંધ કરો... ઈમામ મેહદી જલ્દી આવી રહ્યા છે.'
એક મીડિયા રિપોર્ટ અનુસાર હેકર્સએ પોતાને એક સૈન્ય ટુકડીના બતાવ્યા છે. હેકર્સએ કહ્યું કે દિલ્હી હિંસામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેણે આવું કર્યું છે. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીમાં થયેલી હિંસામાં ઘણા લોકોના મોત થયા છે અને ઈજાગ્ર્સ્ત થયા છે.
તમને જણાવી દઈએ કે મેસેજ હાલમાં જ દિલ્લીમાં થયેલી હિંસા સંબંધિત માનવામાં આવી રહ્યો છે. આ હિંસા અંગે હાલમાં જ દાવો કરવામાં આવ્યો છે કે આના મોટાભાગના પીડિતો મુસલમાન છે. દિલ્લી હિંસામાં 53 લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ છે જેમનો ઈલાજ ચાલી રહ્યો છે.
ઈસ્લામમાં ઈમામ મેહદીને ઈસ્લામના અંતિમ પૈગંબર માનવામાં આવ્યા છે. ઈસ્લામમાં ઈમામ મેહદીને લઈને ઘણા પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપૂર્વી દિલ્હીમાં ત્રણ દિવસ સુધી હિંસાનું તાંડવ જોવા મળ્યું હતું. આ હિંસામાં દિલ્હીના હેડ કોન્સ્ટેબલ રતનલાલનું મોત થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement