ICSE 10th Result 2022: વિદ્યાર્થીઓની આતુરતાનો અંત, કાલે આવશે ધોરણ 10નું પરિણામ
કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) ICSE (ધોરણ 10) નું પરિણામ 17 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે જાહેર કરશે.
ICSE Result 2022: જે વિદ્યાર્થીઓએ આ વર્ષે ICSE 10મા ધોરણની પરીક્ષા (ICSE 10th Class Exam) આપી છે, તેમની આતુરતાનો અંત આવ્યો છે. કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) ICSE (ધોરણ 10) નું પરિણામ 17 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે જાહેર કરશે. 10મા ધોરણની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અધિકૃત વેબસાઈટ cisce.org અને results.cisce.org પર પરીક્ષાના પરિણામો જોઈ શકશે. વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા પણ પરિણામ જોઈ શકશે.
ICSE બોર્ડ દ્વારા મે મહિનામાં 10મા ધોરણની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે બાદ વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવાના હોય છે. આનાથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવશે. જો કે, પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં બેસીને તેમનું વર્ષ બચાવી શકશે. CISCE બોર્ડે પણ આ વર્ષે બોર્ડની પરીક્ષા બે ટર્મમાં યોજી હતી.
ICSE 10th Result 2022: પરિણામ કેવી રીતે જાણવું તે અહીં જાણો
સ્ટેપ 1: પરિણામ ચકાસવા માટે, ઉમેદવારો પ્રથમ સત્તાવાર વેબસાઇટ results.cisce.org અને cisce.org પર જાઓ.
સ્ટેપ 2: આ પછી, વિદ્યાર્થીઓ 10મા ધોરણના પરિણામની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે સ્ટુડન્ટ લોગિન વિન્ડો પર તમારું ID, ઈન્ડેક્સ નંબર અને અન્ય જરૂરી માહિતી દાખલ કરો.
સ્ટેપ 4: આ પછી સ્ટુડન્ટનું રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 5: હવે વિદ્યાર્થીઓ પરિણામ ડાઉનલોડ કરી લે
સ્ટેપ 6: અંતમાં વિદ્યાર્થીઓ પરિણામની પ્રિન્ટ આઉટ કાઢી લેવી જોઈએ.
આ પણ વાંચો......
દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ
Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા
Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ
Education Loan Information:
Calculate Education Loan EMI