(Source: ECI/ABP News/ABP Majha)
CISCE Result 2021 Declared: ધોરણ 10 અને 12નું પરીણામ જાહેર, અહી કરો ચેક
કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) શનિવારે પોતાની સતાવાર વેબસાઇટ cisce.org પર આઇસીએસઇ (ધોરણ 10) અને આઇએસસી (ધોરણ 12)ના પરિણામો જાહેર કર્યા છે.
નવી દિલ્હી: કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) શનિવારે પોતાની સતાવાર વેબસાઇટ cisce.org પર આઇસીએસઇ (ધોરણ 10) અને આઇએસસી (ધોરણ 12)ના પરિણામો જાહેર કર્યા છે. આ સિવાય એસએમએસ દ્વારા પર પરીણામ જોઈ શકો છો. તેના માટે ISC<Space><Unique Id> લખો અને 09248082883 પર મોકલી આપો.
આ સતત બીજું વર્ષ છે જ્યારે બોર્ડે આઇસીએસઇ અને આઇએસસીના વિદ્યાર્થીઓના પરિણામ આંતરિક મૂલ્યાંકનના આધાર પર જાહેર કર્યા છે. 2020માં જ્યારે વડાપ્રધાન મોદી દ્ધારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓને રોકવી પડી હતી. આ વર્ષે પણ કોરોના મહામારીની બીજી લહેરના કારણે આઇએસસીઇ અને આઇએસસીની પરીક્ષાઓ રદ કરી અને મૂલ્યાંકન નીતિના આધારે પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ICSE માં 99.98 ટકા અને ISC માં 99.76 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ICSE માં યુવક અને યુવતીઓ બંનેનું પરિણામ 99.98 ટકા રહ્યું છે. જ્યારે ISC માં યુવકોનું 99.86 ટકા અને યુવતીઓનું 99.66 ટકા કર્યું છે. આ વર્ષે ICSE પરીક્ષામાં 219,499 અને ISC માં 94,011 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
પરિણામ એસએમએસ દ્વારા પણ જાણી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોનાને કારણે આઈસીએસઈ (ધોરણ 10) અને આઈએસી (ધોરણ 12) ની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. બંને ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવા માટે મૂલ્યાંકન પદ્ધતિ જારી કરવામાં આવી હતી. સીઆઈએસસીએ કહ્યું કે, આ વર્ષે આન્સર શીટની રીચેકિંગની સુવિધા આપવામાં આવશે નહીં.
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા
આઈસીએસઈ પરીક્ષા આપનારા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બે લાખ 19 હજારની નજીક (219,499)રહી. જેમાં 118,846 (14%) યુવકો અને 100,653 (45.86%) યુવતીઓ હતી.
જ્યારે આઈએસસી (12 ) ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 94,011 રહી જેમાં કુલ યુવકો 50,459 (67%) રહ્યા અને યુવતીઓ 43,552 (46.33%) હતી.
બોર્ડે આઇસીએસઇ અને આઇએસસીના વિદ્યાર્થીઓના પરિણામ આંતરિક મૂલ્યાંકનના આધાર પર જાહેર કર્યા છે. 2020માં જ્યારે વડાપ્રધાન મોદી દ્ધારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓને રોકવી પડી હતી.