શોધખોળ કરો
Advertisement
પડતર કેસોનો નિકાલ કરવા CJI રંજન ગોગોઈએ PM મોદીને લખ્યો પત્ર, જજોની સંખ્યા વધારવા કર્યો આગ્રહ
સરકારી આંકડા અનુસાર હાલમાં કોર્ટમાં લગભગ 44 લાખ અને સુપ્રીમ કોર્ટમાં 58700 કેસો પડતર છે. જેનો નિકાલ કરવા સીજેઆઈ રંજન ગોગોઈએ સરકારને જજોની સંખ્યા વધારવા અને સેવાનિવૃતીની વયમર્યાદા પણ વધારવાનો આગ્રહ કર્યો છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને જજોની સંખ્યા વધારવા માટે આગ્રહ કર્યો છે. સીજેઆઈ રંજન ગોગોઈએ પત્રમાં લખ્યું છે કે, અદાલતોમાં વર્ષોની હજારો કેસ પડતર છે જેને પહોંચી વળવા માટે જજોની સંખ્યા વધારવી જોઈએ અને સેવાનિવૃતીની વયમર્યાદા પણ વધારવામાં આવે.
ચીફ જસ્ટિસ ગોગોએ જજોની સંખ્યા વધારવા સાથે રિટાયરમેન્ટની વયવર્યાદા વધારવાની સલાહ આપી છે. હાલમાં હાઈકોર્ટમાં જજોની સેવાનિવૃતિની ઉંમર 62 વર્ષ છે. મુખ્ય ન્યાયાધીશે તેને 65 વર્ષ કરવા કહ્યું છે. સરકારી આંકડા અનુસાર હાલમાં અદાલતોમાં લગભગ 44 લાખ અને સુપ્રીમ કોર્ટમાં 58700 કેસો પડતર છે. જેના નિકાલ લાવવા માટે સીજેઆઈ રંજન ગોગોઈએ સરકારને બંધારણમાં સુધારો કરવાનો આગ્રહ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના રેકોર્ડનો હવાલો આપતા સીજેઆઈ ગોગોઈએ પત્રમાં લખ્યું છે કે પડતર કેસોની સ્થિતિ એવી છે કે અહીં 26 કેસો 25 વર્ષ, 100 થી વધુ કેસો 20 વર્ષ, લગભગ 600 કેસો 15 વર્ષ અને 4980 કેસો છેલ્લા દસ વર્ષથી ચાલી રહ્યાં છે.
ગુજરાતમાં વધુ એક મગફળી કૌભાંડ, ગુણીમાં દેખાયા કાંકરા અને માટીના ઢેફા
દારૂબંધીને કારણે આવકમાં થઈ રહેલા ઘટાડા મુદ્દે નીતિન પટેલે કેન્દ્ર સરકારને શું કરી રજૂઆત? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement