શોધખોળ કરો
Advertisement
સિક્કીમ બોર્ડર પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, બંન્ને દેશના સૈનિકો ઘાયલ
સત્તાવાર સુત્રોએ જણાવ્યુ કે આ ઘટનામાં બન્ને સેનાના જવાનોને નાની-મોટી ઇજાઓ થઇ છે, બાદમાં સ્થાનિક લેવલે વાતચીત કર્યા બાદ સૈનિકો અલગ અલગ થઇ ગયા હતા
નવી દિલ્હીઃ ભારત અને ચીન બોર્ડર પર આવેલા સિક્કીમ સેક્ટરા નાકૂ લા નજીક ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર સામે આવ્યા છે. બન્ને દેશોન સૈનિકો આમને સામને આવ્યા બાદ બન્ને વચ્ચે ઝડપ પણ થઇ હતી.
સત્તાવાર સુત્રોએ જણાવ્યુ કે આ ઘટનામાં બન્ને સેનાના જવાનોને નાની-મોટી ઇજાઓ થઇ છે, બાદમાં સ્થાનિક લેવલે વાતચીત કર્યા બાદ સૈનિકો અલગ અલગ થઇ ગયા હતા.
રિપોર્ટ છે કે, બન્ને બાજુએથી લગભગ અડધો ડઝન સૈનિક ઘાયલ થયા છે. જોકે, સત્તાવાર રીતે હજુ સુધી કોઇ પુષ્ટિ નથી થઇ. સુત્રો અનુસાર વાતચીત બાદ મામલો સૉલ્વ થઇ ગયો છે. એક સુત્રએ જણાવ્યુ કે સૈનિક નિર્ધારિત પ્રૉટોકૉલ અનુરુપ પરસ્પર સમજથી આવા મામલાને સંભાળી લેતા હોય છે. આ રીતની ઘટના ઘણા સમય બાદ થઇ છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ ભારત અને ચીનના સૈનિકોના વચ્ચે ઘર્ણષના સમાચાર આવ્યા હતા. લદ્દાખમાં પેગોંગ તળાવની પાસે ભારતીય અને ચીની સૈનિકોમાં પેટ્રૉલિંગને લઇને ઘર્ષણ થયું હતુ. બન્ને વચ્ચે ધક્કામુક્કી પણ થઇ હતી, જોકે, વાતચીત બાદ મામલો શાંત થઇ ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement