Student Diary : ધોરણ 9ના વિદ્યાર્થીના એક નિર્ણયે માતા-પિતા અને શિક્ષકના શ્વાસ અદ્ધર કરી નાખ્યા
શાળાના વિદ્યાર્થીઓ પર શિક્ષણ અને પરીક્ષાના પરિણામોનો ભાર એ હદનો હોય છે કે ક્યારેક તે અવળા માર્ગે ચડી જાય છે અથવા તો જીવનનો અંત આણવા સુધી પહોંચી જતો હોય છે.
Student Diary : શાળાના વિદ્યાર્થીઓ પર શિક્ષણ અને પરીક્ષાના પરિણામોનો ભાર એ હદનો હોય છે કે ક્યારેક તે અવળા માર્ગે ચડી જાય છે અથવા તો જીવનનો અંત આણવા સુધી પહોંચી જતો હોય છે. કંઈક આવી જ ઘટના ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સામે આવી છે. અહીં 9મા ધોરણના એક વિદ્યાર્થીએ કંઈક આવો જ નિર્ણય લેતા માતા-પિતાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતાં.
ઘટના પ્રમાણે લખનૌમાં ધોરણ 9માં ભણતો આદિત્ય નામનો વિદ્યાર્થી કે જે CMS નામની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. આદિત્યએ શાળામાં માતા-પિતા સાથે શિક્ષકની મુલાકાત ટાળવા જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલ પ્રમાણે, ગોમતી નગર એક્સટેન્શનનો રહેવાસી વિદ્યાર્થી આદિત્ય તિવારી રેલવે ટ્રેક પર ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
CMS ખાનગી શાળાના PPROએ આ મામલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી તેના અભ્યાસમાં સારો છે પરંતુ તેણે છેલ્લી પરીક્ષામાં તેણે ઓછા માર્ક્સ આવ્યા હતા. આ બાબતે શાળામાં પેરેન્ટ્સ-ટીચર મીટિંગ બોલાવવામાં આવી હતી. જેથી વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો.
વિદ્યાર્થી બહાનું કાઢીને મીટિંગથી બચતો હતો. જેથી શિક્ષકે જાતે જ આદિત્યના માતા-પિતાને તેમના ઘરે મળવાનું નક્કી કર્યું હતું. જેથી આદિત્ય ડરી ગયો હતો. અંતે આદિત્યએ કથિત રીતે પોતાનું જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસને વિદ્યાર્થી દ્વારા કથિત રીતે લખેલી નોટ મળી આવી છે જે તેણે તેના શિક્ષકને મોકલી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, “આદરણીય મેડમ, હું ધોરણ 9-Cનો વિદ્યાર્થી આદિત્ય તિવારી છું. હું મારી ભૂલ માટે માફી માંગુ છું. મેં જે કર્યું છે, જે અત્યંત ખોટું છે. મેડમ, હું વચન આપું છું કે આવું ફરી ક્યારેય નહીં થાય,”