શોધખોળ કરો
દિલ્હીમાં ફરી લોકડાઉન લગાવવાને લઈ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શું કહ્યું ? જાણો
એક દિવસ પહેલા કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કેજરીવાલ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે કોવિડ-19ની સ્થિતિ સામે લડવા માટે બેઠક કરી હતી.

નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થવા છતા દિલ્હીમાં ફરી લોકડાઉન લાગૂ કરવાની કોઈ યોજના નથી. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે, ઘણા લોકો અટકળો લગાવી રહ્યા છે કે શું દિલ્હીમાં ફરીથી લોકડાઉન લાગૂ કરવાની કોઈ યોજના બનાવવામાં આવી રહી છે. આવી કોઈ યોજના નથી. એક દિવસ પહેલા કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કેજરીવાલ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે કોવિડ-19ની સ્થિતિ સામે લડવા માટે બેઠક કરી હતી. રવિવારે દિલ્હીમાં કોવિડ 19માં સૌથી વધુ 2224 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબા રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા 41,000ના પાર પહોંચી છે અને મૃતકોની સંખ્યા 1327 પર પહોંચી ગઈ છે. અમિત શાહ સાથે થયેલી બેઠકમાં દિલ્હી કૉંગ્રેસ તરફથી અધ્યક્ષ અનિલ ચૌધરી દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તા અને આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહ સામેલ થયા હતા. બેઠકામં જાણકારી આપવામાં આવી કે દિલ્હીમાં હાલમાં 10 લાખની જનસંખ્યા પર 15000 ટેસ્ટ થઈ રહ્યા છે. જ્યારે બીજા નંબરનું રાજ્ય તમિલનાડુ છે જ્યાં 10 લાખ લોકોની જનસંખ્યા પર 7400 ટેસ્ટ થઈ રહ્યા છે, મહારાષ્ટમાં 10 લાખ લોકોની સંખ્યા પર 4400 ટેસ્ટ, ગુજરાતમાં 10 લાખ લોકોની સંખ્યા પર 3500 ટેસ્ટ અને ઉત્તરપ્રદેશમાં 10 લાખની જનસંખ્યા પર 1500 ટેસ્ટ થઈ રહ્યા છે. જ્યારે દેશમાં આશરે 4000 ટેસ્ટ પ્રતિ 10 લાખ છે. આ બેઠકમાં દિલ્હીમાં ટેસ્ટિંગ વધારવા પર જોર આપવામાં આવ્યું હતું. 20 જૂન સુધીમાં પ્રતિ દિવસ 18000 ટેસ્ટ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
વધુ વાંચો





















