દિલ્હી આગ: મૃતકોના પરિવારને રૂ. 10-10 લાખનું વળતર આપશે કેજરીવાલ સરકાર, સાત દિવસમાં માગ્યો તપાસ રિપોર્ટ
દિલ્હીના ફિલ્મીસ્તાન વિસ્તારના રાની ઝાંસી રોડ પર રવિવારે સવારે અનાજના માર્કેટ સ્થિત એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 43 લોકોના મોત થયા હતા.
દિલ્હી સરકારે ઘટનાની તપાસના આદેશ આપતા સાત દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. સાથે મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 1-1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સિવાય ઈજાગ્રસ્ત લોકોના સારવારનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.Delhi fire incident: Chief Minister of Delhi Arvind Kejriwal met the injured admitted at LNJP hospital #DelhiFire pic.twitter.com/zGH81wp1Qw
— ANI (@ANI) December 8, 2019
વડાપ્રધાન નરેન્દરે મોદીએ આ ઘટના પર દુખ્ય વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.Delhi CM Arvind Kejriwal: It is a very sad incident. I have ordered a magisterial inquiry into it. Compensation Rs 10 lakhs each to be given to families of those dead and Rs 1 lakh each to those injured. The expense of medical treatment of those injured to be borne by the govt. pic.twitter.com/JytAD9iMOj
— ANI (@ANI) December 8, 2019
પોલીસે જણાવ્યું કે રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી ફેક્ટ્રીમાં આગ લાગવાના સમયે 59 લોકો અંદર હતા. ફાયરના અધિકારીએ જણાવ્યું કે, ઘટના સવારે સાડા પાંચ વાગ્યે બની હતી. ફાયરબ્રિગેડની 30 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ કાબુ મેળવી લીધો હતો. 50 થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. ઘણા લોકોનું મોત ગુંગળામણના કારણે થયું છે. રસ્તો સાંકડો હોવાથી વધારે ગાડીઓ અંદર જઈ શકતી નહોતી. બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. દિલ્હી એનસીઆરમાં આગની આ સૌથી મોટી ઘટના છે.Prime Minister's Office:PM Modi announced an ex-gratia of Rs 2 lakhs each from Prime Minister's National Relief Fund (PMNRF) for next of kin of those who have lost their lives due to tragic fire in Delhi. PM has also approved Rs 50,000 each for those seriously injured in the fire pic.twitter.com/b6hMgpvFcn
— ANI (@ANI) December 8, 2019