શોધખોળ કરો
Advertisement
મોદીના ડ્રીમ પ્રૉજેક્ટ પર સીએમ ઉદ્વવનો કટાક્ષ- ‘બુલેટ ટ્રેન અમારુ સપનુ નથી, આ સફેદ હાથી પાળવો જરૂરી નથી’
જ્યારે ઉદ્વવ ઠાકરેને પુછવામાં આવ્યુ કે પીએમ મોદીના ડ્રીમ પ્રૉજેક્ટ છે તે તેમને કહ્યું કે, જ્યારે ઊંઘ ઉડે છે ત્યારે વાસ્તવિક સ્થિતિ સામે આવી જાય છે
મુંબઇઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રૉજેક્ટ બુલેટ ટ્રેનને લઇને મહારાષ્ટ્રના સીએમ ઉદ્વવ ઠાકરેએ મોટુ નિવેદન આપ્યુ છે. સીએમ ઉદ્વવે શિવસનાના મુખપત્ર સામનામાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે બુલેટ ટ્રેન અમારુ સપનુ નથી, અમે લોકોની વચ્ચે જઇશું અને ફરીથી જોઇશુ કે કરવુ શુ છે.
જ્યારે ઉદ્વવ ઠાકરેને પુછવામાં આવ્યુ કે પીએમ મોદીના ડ્રીમ પ્રૉજેક્ટ છે તે તેમને કહ્યું કે, જ્યારે ઊંઘ ઉડે છે ત્યારે વાસ્તવિક સ્થિતિ સામે આવી જાય છે.
સીએમ ઉદ્વવે કહ્યું કે, સરકારનુ કામ વિકાસ કરવાનુ છે, તાજેતરમાંજ મે નાગપુર મેટ્રૉના બીજા તબક્કાનુ ઉદઘાટન કર્યુ. કેટલાક પ્રૉજેક્ટોને મેં સ્થગિત કરી દીધા. આર્થિક પરિસ્થિતિઓને જોઇને જ રાજ્યની વિકાસની પ્રાથમિકતા નક્કી કરવી જોઇએ.
ઉદ્વવે મોદી સરકાર પર બુલેટ ટ્રેનને લઇને નિશાન સાધતા કહ્યું કે જરૂરિયાત હોવા છતાં ખેડૂતોની જમીનો છીનવવામાં આવી રહી છે, આ સફેદ હાથી છે, જેને પાળવો બિલકુલ ઉચિત નથી. બુલેટ ટ્રેન વિશે બધાને સાથે બેસીને વિચાર કરવો જોઇએ. બુલેટ ટ્રેનને લઇને કોને લાભ થશે અને કોને નુકશાન થશે તે પણ જોવુ જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion