શોધખોળ કરો
Advertisement
UPના સીએમ યોગી આદિત્યનાથને મળી જીવથી મારી નાંખવાની ધમકી, લખનઉમાં કેસ દાખલ
જોકે, હજુ વૉટ્સએપ પર ધમકી આપનારા આ શખ્સની ઓળખ નથી થઇ શકી, લખનઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે, અને તપાસ શરૂ કરી દેવાઇ છે
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જીવથી મારી નાંખવાની ધમકી મળી છે. ઇમર્જન્સી નંબર 112ના વૉટ્સએપ પર આ ધમકી આપવામાં આવી છે. વૉટ્સએપના આ ધમકીભર્યા મેસેજમાં સીએમને એક ખાસ સમુદાય માટે ખતરો ગણાવવામાં આવ્યા છે.
જોકે, હજુ વૉટ્સએપ પર ધમકી આપનારા આ શખ્સની ઓળખ નથી થઇ શકી, લખનઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે, અને તપાસ શરૂ કરી દેવાઇ છે.
પ્રવાસીઓની વાપસીથી ઉત્તરપ્રદેશના કેટલાય જિલ્લાઓમાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી ગયો છે, એટલા માટે સીએમ યોગી હાલ ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસની રોકથામ માટે રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે.
ઉત્તરપ્રદેશ સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 5515 કેસો છે, જેમાંથી 2173 એવા દર્દીઓ એવા છે જેમનો ઇલાજ ચાલી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી 138 લોકો જીવ પણ ગુમાવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement