શોધખોળ કરો
Advertisement
કાતિલ ઠંડી: ઉત્તર પ્રદેશમાં કરા સાથે વરસાદ પડતાં પારો ગગડ્યો, હવામાન વિભાગે હિમવર્ષાની ચેતવણી જાહેર કરી
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સિસ્ટમને લીધે દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સિસ્ટમને લીધે દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બુધવારે દિલ્હીનું તાપમાન 12.5 ડિગ્રી હતું જે ગુરૂવારે સવારે 8 ડિગ્રી થઈ ગયું હતું. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડ્યા હતા જેના કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.
બુધવારે દિલ્હીનું તાપમાન 12.5 ડિગ્રી હતું જે ગુરૂવારે સવારે 8 ડિગ્રી થઈ ગયું હતું. જ્યારે યુપીમાં પણ અનેક સ્થળોએ વરસાદ અને કરા પડ્યો હતો જેને કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વહેલી સવારે ધુમ્મસને પગલે ઘણી ટ્રેનોની અવર-જવરને અસર થઈ હતી. આગામી એક-બે દિવસમાં પૂર્વ ભારતમાં વરસાદ બંધ થઈ જશે. પહાડો ઉપર બરફ પડવાનું શરૂ થતાં ઠંડા પવનો તાપમાન નીચે લાવી દેશે જેને પગલે ઠંડીનું પ્રમાણ વધશે.
પંજાબનું અમૃતસર 2.2 ડિગ્રી સાથે સૌથી ઠંડું સ્થળ બન્યું હતું. હરિયાણાનું હિસાર 3.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું હતું. એક જ દિવસમાં અહીંયા તાપમાન ચાર ડિગ્રી ઘટી ગયું હતું. ચંડીગઢમાં પણ લઘુતમ તાપમાન 6.7 ડિગ્રી નોંધાયું હતું. ચંડીગઢ, અમૃતસર, લુધિયાણા, પટિયાલા, આદમપુર, ભઠિંડા, હિસાર, કરનાલ, રોહતક અને સિરસામાં ધુમ્મસ જોવા મળ્યું હતું.
હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા થયા બાદ સિમલા, કુફરી, મનાલી, ડેલહાઉસી અને કલ્પમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું હતું. ભારે હિમવર્ષાને પગલે રાજ્યના કુલ 879 રસ્તા બરફને કારણે બ્લોક થઈ ગયા હતા જેને ક્લિયર કરવાનું કામ ચાલી રહ્યું છે.
સિમલા પોલીસે ગુરૂવારે લોકો અને પર્યટકો માટે સુરક્ષા અંગે એડવાઇઝરી જાહેર કરી હતી. હવામાન વિભાગે 11થી 14 જાન્યુઆરી સુધીમાં ભારે હિમવર્ષાની ચેતવણી જાહેર કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion