શોધખોળ કરો
Advertisement
ઉત્તર ભારત ઠુઠવાયુ, દિલ્હીમાં ઠંડીએ તોડ્યો 22 વર્ષ જુનો રેકોર્ડ, જાણો વિગતે
પશ્ચિમી હિમાલયી વિસ્તારમાંથી આવતા ઠંડા પવનો અને ઠંડીના કારણે તાપમાન નીચે ગયુ છે. વાદળો છવાયેલા રહ્યાં છે. દિલ્હીમાં ઠીનુ મોજુ ફરી વળ્યુ છે
નવી દિલ્હીઃ ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં બર્ફીલા પવનો શરૂ થયા છે, અને ઠંડીનો પારો સતત નીચે જઇ રહ્યો છે. મંગળવારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હતું. દિલ્હીમાં 22 વર્ષમાં બીજુ સૌથી વધુ તાપમાન નોંધાયુ હતુ.
હવામાન વિભાગના અધિકારીઓ અનુસાર, પશ્ચિમી હિમાલયી વિસ્તારમાંથી આવતા ઠંડા પવનો અને ઠંડીના કારણે તાપમાન નીચે ગયુ છે. વાદળો છવાયેલા રહ્યાં છે. દિલ્હીમાં ઠીનુ મોજુ ફરી વળ્યુ છે.
મંગળવારે દિલ્હીમાં તાપમાન એવરેજ 10 ડિગ્રી નીચે 12.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. 1997માં, મેક્સિમમ તાપમાન 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. બુધવારે પણ આ સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. અહી ન્યૂનત્તમ તાપમાન 14 અને 9 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement