(Source: ECI/ABP News/ABP Majha)
પિતાએ પોતાની દીકરીને ગિફ્ટ કરી નવી સ્કૂટી, ને પછી આરટીઓમાંથી મળ્યો એવો અશ્લીલ નંબર કે...........
સામાન્ય રીતે એવુ હોય છે કે દરેક લોકો પોતાના નવા વાહન, પછી તે બાઇક હોય કે પછી ગાડી, દરેકનો હટકે નંબર લેવા માટે મથતા હોય છે. પરંતુ આનાથી ઉલટુ દિલ્હીની એક કૉલેજીયન યુવતી સાથે થયુ છે.
નવી દિલ્હીઃ તાજેતરમાં જ એક એવી ઘટના સામે આવી છે, જેને જાણીને બધા ચોંકી જશો. દિલ્હીમાં એક છોકરીને પોતાની નવી સ્કૂટી લઇને કૉલેજ જવાનુ ભારે પડી ગયુ છે. ઘટના એવી છે કે, સ્કૂટીની નંબર પ્લેટ આરટીઓના સીરિયલ પ્રમાણે અશ્લીલ અક્ષરોથી બંધબેસતી આવી ગઇ છે. જેના કારણે યુવતી પોતાની સ્કૂટી લઇને કૉલેજ કે ઘરની બહાર નીથી નીકળી શકતી.
સામાન્ય રીતે એવુ હોય છે કે દરેક લોકો પોતાના નવા વાહન, પછી તે બાઇક હોય કે પછી ગાડી, દરેકનો હટકે નંબર લેવા માટે મથતા હોય છે. પરંતુ આનાથી ઉલટુ દિલ્હીની એક કૉલેજીયન યુવતી સાથે થયુ છે. તેને હટકે નંબરની જગ્યાએ આરટીઓના સીરિયલ નંબર પ્રમાણે આવતી સીરીઝમાં એક અશ્લીલ નંબર બંધબેસતો આવી ગયો છે. જેના કારણે તે હેરાન પરેશાન થઇ ગઇ છે.
અહીં અમે યુવતીનુ કાલ્પનિક નામ શ્વેતા રાખ્યુ છે, સ્થિતિ એવી છે કે હવે શ્વેતા તે સ્કૂટી ચલાવવા માંગતી નથી. આ ઘટના દિલ્હીની છે. ખરેખર, શ્વેતા એક કૉલેજીયન યુવતી છે, અને તે ફેશન ડિઝાઇનની વિદ્યાર્થીની છે, તે જનકપુરીથી નોઇડા સુધી દિલ્હી મેટ્રો દ્વારા મુસાફરી કરે છે. જોકે, તેને આ બધા ધક્કામુક્કીથી કંટાળીને પોતાના પિતાની પાસે એક સ્કૂટી ખરીદવાની અપીલ કરી. તેના પિતાએ લગભગ એક વર્ષ પછી તેની માંગ સ્વીકારી અને છેલ્લી દિવાળી પર શ્વેતાને નવી સ્કૂટી ભેટમાં આપી. પરંતુ સ્કૂટીનો નંબર જોતા પરિવાર સહિત યુવતીને શરમનો સામનો કરવો પડી રહ્યો છે.
વાસ્તવમાં, શ્વેતાની સ્કૂટીને આરટીઓમાંથી જે નંબર મળ્યો હતો, તે નંબરની વચ્ચે SEX મૂળાક્ષરો હતા. સ્કૂટીનો રજિસ્ટ્રેશન નંબર DL 3 SEX*** છે. હવે આ કારણે લોકો તેને આવતા-જતા ટોણા મારવા લાગ્યા. લોકો તેની મજાક કરવા લાગ્યા. ઘણીવાર કૉલેજના છોકરાઓ શ્વેતા પાસે આ નંબરને લઇને અલગ અલગ ખરાબ ડિમાન્ડ પણ કરે છે. આ બધા કારણોસર કંટાળેલી શ્વેતા હવે સ્કૂટી લઇને કૉલેજ જવાની જ ના પડે છે.
મીડિયા સાથેની વાતચીતમાં શ્વેતાએ જણાવ્યું કે સ્કૂટીના નંબર જોયા પછી પાડોશની માસીઓ તેને બેશરમ કહેવા લાગી. આ કારણે બધા તેને હેરાન કરવા લાગ્યા. માત્ર શ્વેતા જ નહીં તેના પિતા પણ શરમનો સામનો કરી રહ્યા છે. જોકે, પિતાએ વાહન વેચનારને નંબર બદલવા કહ્યું છે. પરંતુ અત્યાર સુધી કોઈ આ કરી શક્યું નથી. તેમને કહેવામાં આવ્યું કે આ નંબરો માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ છે અને બદલી શકાશે નહીં.