શોધખોળ કરો
Advertisement
હેમંત સોરેન સરકારમાં કોંગ્રેસના 2 અને RJDના 1 ધારાસભ્યએ લીધા મંત્રીપદના શપથ
ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ હેમંત સોરેનને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેની સાથે ત્રણ અન્ય નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.
રાંચી: ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને રવિવારે શપથ લીધા હતા. ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ હેમંત સોરેનને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેની સાથે ત્રણ અન્ય નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.
Ranchi: Congress' Rameshwar Oraon takes oath as Minister; oath administered by Governor Droupadi Murmu. #Jharkhand pic.twitter.com/r0bBiu606R
— ANI (@ANI) December 29, 2019
મુખ્યમંત્રી હેમંત સોરેનની સાથે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા આલમગીર આલમ, ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ અને RJDના નેતા સત્યાનંદ ભોક્તાએ મંત્રી પદના શપથ લીધા હતા.Ranchi: RJD's Satyanand Bhogta takes oath as Minister; oath administered by Governor Droupadi Murmu. #Jharkhand pic.twitter.com/YsJccGz9Fv
— ANI (@ANI) December 29, 2019
ઝારખંડના નવા મુખ્યમંત્રી હેમંત સોરેનના મંત્રીમંડળમાં કોંગ્રેસના 2 અને RJDના 1 ધારાસભ્યને મંત્રી પદ તરીકે સ્થાન મળ્યુ છે. RJDએ સાત બેઠકો પર ચૂંટણી લડી હતી અને એક બેઠક પર જ સફળતા મેળવી હતી. જ્યારે કોંગ્રેસે 16 બેઠકો જીત મેળવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion