Himachal Pradesh: પાર્ટી વિરોધી ગતિવિધિઓના કારણે કોગ્રેસે 30 નેતાઓની કરી હકાલપટ્ટી
આ નેતાઓને આગામી છ વર્ષ માટે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલા એક મોટી કાર્યવાહી કરતા પાર્ટીએ પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 30 નેતાઓની હકાલપટ્ટી કરી હતી. આ નેતાઓને આગામી છ વર્ષ માટે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
Himachal Pradesh Congress President expelled 30 party leaders from the primary membership of the party for the next six years for anti-party activities pic.twitter.com/BwC35MD9gT
— ANI (@ANI) December 7, 2022
પાર્ટીએ ધીરેન્દર સિંહ ચૌહાણ, સંતોષ ડોગરા, અનીશ દિવાન, રામ લાલ નેવાલી, મહેશ ઠાકુર મેડી, શ્યામ શર્મા, સુખ રામ નાગરીક, સુરેન્દ્ર સિંહ મેઘતા જેવા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ સિવાય પાર્ટીએ સેવાદળના પૂર્વ સંગઠન સચિવ સંતોષ ડોગરા, કુલદીપ ઓક્તા સામે પણ કાર્યવાહી કરી છે. વાસ્તવમાં રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે શિમલા જિલ્લાની ચૌપાલ બ્લોક કોંગ્રેસ સમિતિની ફરિયાદ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે કોંગ્રેસ પદાધિકારીઓને તાત્કાલિક અસરથી હાંકી કાઢ્યા છે. પ્રતિભા સિંહને પહેલાથી જ કેટલાક નેતાઓ વિશે ફરિયાદો મળી રહી હતી.
આ પહેલા પણ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા ત્રણ ડઝનથી વધુ નેતાઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તેમના પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો પણ આરોપ હતો. હવે એક તરફ કોંગ્રેસ દ્વારા પાર્ટીના કેટલાક નેતાઓ સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે તો બીજી તરફ હિમાચલની ચૂંટણીના પરિણામોને લઈને મેદાનમાં હલચલ મચી ગઈ છે.
હિમાચલ એક્ઝિટ પોલ
જે એક્ઝિટ પોલ સામે આવ્યા છે તેમાં ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે ટક્કર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસ થોડી આગળ દેખાઈ રહી છે અને તે સરકાર બનાવવાની સ્થિતિમાં પણ આવી શકે છે. એવા ઘણા એક્ઝિટ પોલ છે જેમાં ભાજપની સરકાર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Gujarat Election 2022: પોતાના ધારાસભ્યોને સાચવવા એક્શન મોડમાં આવી કોંગ્રેસ, જરૂર પડશે તો બીજા રાજ્યમાં મોકલવામાં આવશે
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થવાનું છે. એવામાં ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. ગુજરાત કોંગ્રેસે પોતાના સંભવિત ધારાસભ્યોને સાચવવાની રણનીતિ ઘડી છે. આવતીકાલે આવનાર પરિણામ અંગે જિલ્લા અને ઝોન મુજબ જવાબદારી સોંપાઈ છે. જીતનાર ધારાસભ્યોને સૌ પહેલા સાચવવાની જવાબદારી જિલ્લા દીઠ આગેવાનને સોંપાઈ છે. જિલ્લા બાદ ઝોન દીઠ આગેવાનને જવાબદારી સોંપાઈ છે.
જો પાતળી સરસાઇ આવે તો અપક્ષ અથવા અન્ય ધારાસભ્યોને લાવવાની પણ આગેવાનોને જવાબદારી સોંપાઈ છે. રાષ્ટ્રીય કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ આવતીકાલે અમદાવાદમાં હાજર રહેશે. બીકે હરિપ્રસાદ અને મુકુલ વાસનીક આવતીકાલે અમદાવાદમાં હાજર રહેશે. જરૂર પડે ચૂંટાયેલા ધારાસભ્યોને રાજ્ય બહાર લઈ જવાની પણ વ્યવસ્થા કરાઈ છે. જેમને જવાબદારી સોંપાઈ છે તેમને જે સૂચના મળે ત્યાં ધારાસભ્યોને પહોંચાડવાના રહેશે