શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકાર પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું- 'લોકડાઉન ફેલ રહ્યું, પીએમ બતાવે શું રણનીતિ છે'
રાહુલ ગાંધીએ કહ્યું, જે થવાનું હતું તે ન થયું. દેશને ખબર હોવી જોઈએ કે સરકારની આગળની રણનીતિ શું છે. લોકડાઉન લાગુ થયાને 60 દિવસ પૂરા થઈ ચુક્યા છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલો કોરોના વાયરસના મામલાને લઈ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું, લોકડાઉનના ચારેય તબક્કા ફેલ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પહેલા 21 દિવસનું લોકડાઉન કર્યુ, પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો. આગળની રણનીતિ અંગે પીએમે લોકોને જણાવવું જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું, જે થવાનું હતું તે ન થયું. દેશને ખબર હોવી જોઈએ કે સરકારની આગળની રણનીતિ શું છે. લોકડાઉન લાગુ થયાને 60 દિવસ પૂરા થઈ ચુક્યા છે. પરંતુ મહામારી ઘટવાના બદલે વધતી જ રહી છે. પ્રવાસી મજૂરો પરેશાન છે, સરકાર તેમની મુશ્કેલી અને મુસીબતોને કેવી રીતે દૂર કરશે ?
મોદી સરકાર વિપક્ષને ગંભીરતાથી નથી લઈ રહી ? આ સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું અમારું કામ સરકાર પર દબાણ નાંખવાનું છે. મેં ફેબ્રુઆરીમાં કહી દીધું હતું કે સ્થિતિ વધારે ખતરનાક હશે. સરકારે લોકોને રોકડ સહાય આપવી જોઈએ. સરકારે આર્થિક મોર્ચે ખૂબ કામ કરવાની જરૂર છે.India is the only country where the virus is exponentially rising and we are removing the lockdown. The aim and purpose of the lockdown has failed. India is facing the result of a failed lockdown: Rahul Gandhi, Congress #COVID19 pic.twitter.com/WsKBznGYq9
— ANI (@ANI) May 26, 2020
રાહુલ ગાંધીએ કહ્યું, પેકેજ અંગે અનેક પ્રેસ કોન્ફરન્સ થઈ. આપણને ખૂબ આશા હતી. પીએમ મોદીએ કહ્યું કે, તે જીડીપીની 10 ટકા હશે. વાસ્તવિકતા એ છે કે તે જીડીપીના 1 ટકાથી પણ ઓછું છે અને તેમાં પણ મોટાભાગની લોન છે, કેશ નથી. મજૂર ભાઈ-બહેનો, MSMEsની મદદ કેવી રીતે કરશો ? આ રાજનીતિ નથી પરંતુ મારી ચિંતા છે. બીમારી વધી રહી છે તેથી આ સવાલ હું પૂછી રહ્યો છું.#WATCH Details of the border issue, what happened and how, the government should tell the nation in a transparent manner because there is no clarity. What happened in Nepal and how, what is happening in Ladakh and how... there should be transparency: Rahul Gandhi pic.twitter.com/oc7CEoooKL
— ANI (@ANI) May 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion