Ram Mandir Inauguration: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સોનિયા ગાંધી હાજરી આપશે કે નહીં? કોંગ્રેસે આપ્યો જવાબ
Ram Mandir Inauguration: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ભાગીદારી અંગે ચાલી રહેલી અટકળો અને તણાવનો અંત આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવ્યો છે.
![Ram Mandir Inauguration: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સોનિયા ગાંધી હાજરી આપશે કે નહીં? કોંગ્રેસે આપ્યો જવાબ congress-leader-sonia-gandhi-not-attend-ram-temple-event-in-ayodhya Ram Mandir Inauguration: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સોનિયા ગાંધી હાજરી આપશે કે નહીં? કોંગ્રેસે આપ્યો જવાબ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/c92927028b5e24bf4482dfc90d88a5701692635444433124_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ram Mandir Inauguration: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ભાગીદારી અંગે ચાલી રહેલી અટકળો અને તણાવનો અંત આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવ્યો છે.
Here is the statement of Shri @Jairam_Ramesh, General Secretary (Communications), Indian National Congress. pic.twitter.com/JcKIEk3afy
— Congress (@INCIndia) January 10, 2024
કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે સોનિયા ગાંધી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. આ સાથે લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન પણ ભાગ લેશે નહીં. આ નેતાઓએ રામ મંદિરના અભિષેકને લગતા આમંત્રણને ફગાવી દીધું છે.
કોંગ્રેસે શું કહ્યું?
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ મળ્યું હતું. કરોડો ભારતીયો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ માણસની અંગત બાબત રહી છે, પરંતુ વર્ષોથી ભાજપ અને આરએસએસએ અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે.
Congress president & LoP Rajya Sabha Mallikarjun Kharge, Congress Parliamentary Party chairperson Sonia Gandhi and Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury decline the invitation "to what is clearly an RSS/BJP event": Jairam Ramesh, General Secretary… pic.twitter.com/REc503PBVv
— ANI (@ANI) January 10, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “એ સ્પષ્ટ છે કે અર્ધ-નિર્મિત મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચૂંટણીલક્ષી લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યું છે. માનનીય સર્વોચ્ચ અદાલતના 2019ના નિર્ણયને સ્વીકારીને અને લોકોની આસ્થાને માન આપીને, મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, અધીર રંજન ચૌધરીએ આ કાર્યક્રમ માટે BJP અને RSSના આમંત્રણનો આદરપૂર્વક અસ્વીકાર કર્યો. હકીકતમાં, 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત 6 હજારથી વધુ લોકો ભાગ લેશે.
કયા નેતાઓ હાજર નહીં રહે?
સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી ઉપરાંત, સમાચાર એજન્સી પીટીઆઈએ તાજેતરમાં સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)