(Source: ECI/ABP News/ABP Majha)
Kerala Flood Update: કેરાલામાં પુરની સ્થિતિ અને લોકોની મદદ કરવા અંગે ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું, જાણો વિગતે
અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે, - અમે સતત કેરાલાની હાલની સ્થિતિ, વરસાદ અને પુરની ભયાનક પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છીએ. કેન્દ્ર સરકાર લોકોને જરૂરી તમામ મદદ આપશે.
નવી દિલ્હીઃ દક્ષિણનુ રાજ્ય કેરાલામાં સતત પડી રહેલા વરસાદે તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે કેટલીય નદીઓ ઓવરફ્લૉ થઇ છે, અને કેટલીય જગ્યાએ ભેખડો ધસી પડતા સ્થિતિ એકદમ ખરાબ થઇ રહી છે. કેરાલામાં વરસાદ અને પુરે ભારે તારાજી સર્જી દીધી છે, આ અંગે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.
કેરાલામાં વરસાદ અને પુરની સ્થિતિ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યુ છે. અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે, - અમે સતત કેરાલાની હાલની સ્થિતિ, વરસાદ અને પુરની ભયાનક પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છીએ. કેન્દ્ર સરકાર લોકોને જરૂરી તમામ મદદ આપશે. એનડીઆરએફ પહેલાથી જ ત્યાં રેસ્ક્યૂ ઓપરેશન માટે મોકલી દેવામાં આવી છે. અમે બધાની સુરક્ષા માટે પ્રાર્થના કરીએ છીએ.
Union Home Minister Amit Shah says, 'Continuously monitoring the situation in parts of #Kerala in the wake of heavy rainfall and flooding. The central govt will provide all possible support to help people in need.' pic.twitter.com/J6VOnlZJP0
— ANI (@ANI) October 17, 2021
અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે કોટ્ટાયમમાંથી 6 લોકોના મૃતદેહો મળ્યા છે, અને હજુ પણ 4 લોકો લાપતા છે. કેરાલામાં કેટલાય લોકો બેઘરો થઇ ગયા છે. અરબ સાગરમાં લૉ પ્રેશર એરિયા કેરાલા તટ પહોંચી ગયુ છે, જેના કારણે દક્ષિણ અને મધ્ય કેરાલામાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ત્રિવેન્દ્રમ, કોલ્લ્મ,પદનમાટિટ્ટા, કોટ્ટાયમ, ઇદુકીમાં નદીઓ બે કાંઠે થઇ છે અને કેટલીક કેનાલો પણ ઓવરફ્લૉ થઇ રહી છે.
પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ-
કેરાલામાં ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. હવામાન વિભાગના અધિકારીઓએ રાજ્યના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતા રેડ એલર્ટ જાહેર કર્યુ છે.આ રેડ એલર્ટ આગામી બે દિવસ માટે જાહેર કરવામાં આવ્યુ છે. વળી કેટલાય વિસ્તારોમાં વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવાયુ છે. આ જિલ્લા છે ત્રિવેન્દ્રમ, અલપુલા, પાલક્કડ, મલપ્પુરમ, કોલિકૉડ અને વાયનાડમાં એરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
રાહત બચાવ માટે સેના કામે લાગી-
પુરથી એવી ભયાનક સ્થિતિ સર્જાઇ છે કે ચારેય બાજુ તબાહી જ તબાહી છે. આ બધઆની વચ્ચે રવિવારે પણ ભારે વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.સ્થિતિ એવી છે કે રાજ્યમાં બચાવ અને રેસ્ક્યૂ માટે આર્મી અને એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે.સેનાની એક ટુકડી કોટ્ટયમમાં તૈનાત છે, વળી એક બીજી ટુકડી ત્રિવેન્દ્રમમાં તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની 7 ટીમો પણ રાહત બચાવ કાર્યમાં લાગી છે. એરફોર્સને હાલ તૈયાર રહેવાનુ કહેવામાં આવ્યુ છે. Mi 17 અને સારંગ હેલિકૉપ્ટર સ્ડેન્ડબાય પર છે.