શોધખોળ કરો
Advertisement
સેનાના રાજનીતિકરણ કરવાના આરોપવાળી ચિઠ્ઠી પર વિવાદ, રાષ્ટ્રપતિ ભવને કહ્યું- નથી મળ્યો કોઈ પત્ર
સેનાના રાજકીય ઉપયોગ વિશે પૂર્વ સૈનિકોએ રાષ્ટ્રપતિને લખેલી ચિઠ્ઠી પર વિવાદ સર્જાયો છે. પત્રને લઈને રાષ્ટ્રપતિ ભવને કહ્યું કે આ અંગે કોઈ જ જાણકારી નથી. જ્યારે પૂર્વ સેના અધિકારીઓએ દાવો કર્યો છે કે આ પ્રકારના કોઈ પણ પત્ર પર હસ્તાક્ષર કર્યા નથી.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં સેનાના રાજકીય ઉપયોગ વિશે પૂર્વ સૈનિકોએ રાષ્ટ્રપતિને લખેલી ચિઠ્ઠી પર ઘમાસાણ સર્જાયું છે. પત્રને લઈને રાષ્ટ્રપતિ ભવને કહ્યું કે આ અંગે કોઈ જ જાણકારી નથી. સૂત્ર અનુસાર રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું છે કે અમને મીડિયા દ્વારા આ અંગે જાણકરા મળી છે. પરંતુ અત્યાર સુધી અમને કોઈ જ ચિઠ્ઠી મળી નથી.
જોકે બે પૂર્વ સેના અધિકારીઓએ દાવો કર્યો છે કે તેઓએ આ પ્રકારની કોઈ પણ પત્ર પર હસ્તાક્ષર કર્યા નથી. જેમાં પૂર્વ જનરલ એસએફ રોડ્રિગ્સે અને પૂર્વ એરફોર્સના એર ચીફ માર્શલ (રિટાયર્ડ) એનસી સૂરી સામેલ છે.
પૂર્વ જનરલ રોડ્રિગ્સે આવા કોઈ પણ પત્રમાં હસ્તાક્ષર કર્યા હોવાની વાતનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું હું 42 વર્ષના કાર્યકાળમાં રાજકારણથી દૂર રહ્યો છું. મેં હંમેશા દેશને પહેલા રાખ્યો છે. મને ખબર નથી કે કોણ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ સૈનિકો દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખવામાં આવેલી એક ચિઠ્ઠી સામે આવી છે. જેમાં 156 પૂર્વ સૈનિકોના નામ છે. આ ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે, “અમે નેતાઓની અસામાન્ય અને પૂર્ણ રીતે અસ્વીકાર્ય પ્રક્રિયાનો ઉલ્લેખ કરી રહ્યાં છે જમાં તેઓ સરહદ પાર હુમલા જેવા સૈન્ય અભિયાનોનો શ્રેય લઈ રહ્યાં છે અને એટલું જ નહીં સશસ્ત્ર સેનાઓને મોદીજીની સેના ગણાવવાનો દાવો પણ કરી રહ્યાં છે.” નેતાઓની જીભ પર ઝેર! સુરત કોંગ્રેસના નેતા બાબુ રાયકાએ શું આપ્યું વિવાદાસ્પદ નિવેદન? જુઓ વીડિયોAir Chief Marshal NC Suri to ANI: To put an end to it,I wrote that armed forces are apolitical&support the politically elected govt. And no, my consent has not been taken for any such letter. I don’t agree with whatever has been written in that letter. We have been misquoted. 2/2 https://t.co/pAU6L6CZ54
— ANI (@ANI) April 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ગુજરાત
અમદાવાદ
Advertisement