Corona news Live Update: વડોદરામાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ છેલ્લા 24 કલાકમાં 8 લોકોના કોવિડથી થયા મૃત્યુ
વડોદરામાં કોરોનાનું ભયાનક સ્વરૃપ સામે આવ્યું છે. ચોવીસ કલાકમાં આઠના મોત થયા છે. તો ઝેરી દવા પીને આપઘાત કરનાર મહિલાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Background
વડોદરામાં કોરોનાનું ભયાનક સ્વરૃપ સામે આવ્યું છે. ચોવીસ કલાકમાં આઠના મોત થયા છે. તો ઝેરી દવા પીને આપઘાત કરનાર મહિલાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વડોદરામાં કોરોના કેસોમાં મોટો ઉછાળો થયો છે. છેલ્લા 24 કલાક માં વધુ 3802 કેસ નોંધાયા છે. તો હાલ શહેરમાં 2,2253 એક્ટિવ કેસ નોંધાયા છે. 21721 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ 532 દર્દીઓ છે. તો 177 દર્દીઓ ઓક્સિજન પર છે.
29 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 8 લોકોના કોવિડથો મોત થયા છે.
પાટણ જિલ્લામાં આજે 196 નવા કેસ નોંધાયા, તો મહિસાગરમાં નવા 14 દર્દીના રિપોર્ટ આવ્યા પોઝિટિવ
પાટણ જીલ્લામાં આજે 196 નવા કેસ નોંધાયા. આજે ગઈકાલ કરતા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો છે.
ગઇકાલે જિલ્લામાં કોરોના સંક્રમણના 242 કેસ નોંધાયા હતા. આજે 196 કેસ નોંધાયા છે. 4 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો 637 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. શંકાસ્પદ દર્દીઓના 2,087 સેમ્પલ હજુ પેન્ડિંગ છે. જેના રિપોર્ટ નથી આવ્યાં. અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 2,072 કેસ નોંધાયા છે.
મહીસાગર જિલ્લામાં આજે નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. બાલાસિનોર તાલુકામાં 02, કડાણા 2, ખાનપુર 1, લુણાવાડા તાલુકામાં 5 સંતરામપુર 3 અને વીરપુરમાં 1 કેસ નોંધાયા છે. તો જિલ્લામાં આજે 35 લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.
જિલ્લામાં એક્ટિવ કેસોનો આંક 122 પર પોહોચ્યો છે.
ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સહિતનો સ્ટાફ કોરોના સંક્રમિત, મહુવાના મંત્રી આર.સી મકવાણાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
રાજ્ય સરકારના વધુ એક મંત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગર મહુવાના મંત્રી આર.સી મકવાણાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીકતા ના મંત્રી આર.સી મકવાણાને કોરોના લક્ષણો જણાતા RT-PCR કરાવ્યો હતો.
આર.સી મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તેમના નિવાસસ્થાને હોમ કોરેન્ટાઇન થયાં છે.
રાજકોટના ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સહિતનો સ્ટાફ કોરોના સંક્રમિત થઈ રહ્યો છે.છેલ્લા 6 દિવસમાં 6 આરોગ્ય કર્મી સંક્રમિત થયા. ગોંડલ સિવિલ હોસ્પિટલમાં 2 ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 2 સ્ટાફ નર્સ કોરોનાથી સંક્રમિત થયા છે. 1 ફાર્માસિસ્ટ અને 1 NCD કાઉન્સેલરનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે




















