શોધખોળ કરો
Advertisement
કોરોના ઈફેક્ટ: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, NPR અનિશ્ચિતકાળ સુધી સ્થગિત
દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસનો પ્રકોપ અને તેના સંભવિત ખતરાને ધ્યાનમાં લેતા ગૃહમંત્રાલયે ક NPR અપડેટ કરવાની પ્રક્રિયા સ્થિગિત કરી દીધી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીને પગલે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)ને અપડેટ કરવાની પ્રક્રિયાને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે એનપીઆરને અદ્યતન કરવા અને જનગણનાના પ્રથમ તબક્કામાં ઘરોને સુચીબદ્ધ કરવાનું કામ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી થવાનું હતું.
અનેક રાજ્યો NPRની પ્રક્રિયા 1 એપ્રિલથી શરૂ કરવાના હતા, પરંતુ દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસનો પ્રકોપ અને તેના સંભવિત ખતરાને ધ્યાનમાં લેતા ગૃહમંત્રાલયે કહ્યું કે આગામી આદેશ સુધી NPRને અપડેટ કરવાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની સ્થિતિને જોતાં 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી વાયરસથી સંક્રમિત 562 પોઝિટિવ કેસની પુષ્ટી થઈ છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધી ભારતમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેની વચ્ચે સારા સમાચાર એ છે કે, 40 લોકો રિકવર થઈ ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement