શોધખોળ કરો
Advertisement
દેશમાં કોરોનાનો રિકવરી રેટ 47.99 ટકા, છેલ્લા 24 કલાકમાં 3804 દર્દી સ્વસ્થ થયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3804 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સામે જંગ જીતનારાની સંખ્યા 1,04,107 પર પહોંચી છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે એક સારા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ ગુરૂવારે ભારતનો રિકવરી રેટ 47.99 ટકા રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3804 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સામે જંગ જીતનારાની સંખ્યા 1,04,107 પર પહોંચી છે. હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો 1,06,737 લોકોની સારવાર ચાલી રહી છે.
વાયરસની સૌથી વધુ અસર મુંબઈ, દિલ્હી અને મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 122 દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 74860 કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2587 લોકોના કોરોનાથી મોત થયા છે. દિલ્હીમાં પણ એક દિવસમાં 1500થી વધુ દર્દીઓ સામે આવ્યા છે. દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ 19 મહામારીમાં સુરક્ષિત ઈએનટી પ્રેક્ટિસના સંબંધમાં દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. તેના સંબંધિત વિવરણ મંત્રાલયની વેબસાઈટ પર જોઈ શકાય છે. COVID=19 પર કોઈ પણ પ્રશ્નના મામલે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે હેલ્પલાઈન નંબર + 91-11-23978046 અથવા 1075 (ટોલ-ફ્રી) પર ફઓન કરવાનું કહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement