Corona Second Wave: ફેબ્રુઆરીની સરખામણીમાં 5 ગણા વધ્યા કોરોનાના કેસ, આ કારણે ખતરનાક છે કોરોનાની બીજી લહેર
દેશમાં ફરી કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાના પગલે આપેલા લોકડાઉનને એક વર્ષ થયું. નરેન્દ્ર મોદીએ ગત વર્ષે જ્યારે લોકડાઉન જાહેર કર્યું તો દેશમાં 417 સંક્રમિત કેસ હતા. તે સમયે રોજ 50થી 100 નવા કેસ નોંધાતા હતા. જો કે વર્તમાન સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હવે દરરોજ 47 હજાર કેસ આવે છે.
કોરોનાની બીજી લહેર કેટલી ખતરનાક છે તેનો અંદાજ એ પરથી પણ લગાવી શકાય કે. ફેબ્રુઆરી 2021ની સરખામણીમાં માર્ચ 2021માં પાંચ ગણી સંક્રમણની રફતાર વધી છે. જે આંકડા સામે આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા છે.
માર્ચમાં તૂટ્યો રેકોર્ડ
છેલ્લા એક અઠવાડિયાના આંકડા મુજબ દેશમાં 2 લાખ 76 હજાર 965 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ એક હજાર 310 લોકોના મોત થયા છે તો એક હજાર 310 લોકોના મોત થયા છે. ત્યારબાદ 16 ફેબ્રુઆરી સુધીમાં કેસ 12 હજારની આસપાસ પહોંચ્યા. 17 ફેબ્રુઆરી બાદ કેસમાં ઝડપભેર વધારો થયો અને કેસ 12 હજારથી પાર પહોંચી ગયા. 28 ફેબ્રુઆરી બાદ દરરોજ કેસ 15 હજારથી વધુ નોંધાયા.
કેમ ખતરનાક છે સંક્રમણની બીજી લહેર
ગત વર્ષે 23 માર્ચે કોરોનાના 450 કેસ નોંધાયા હતા. આ સમયે દેશમાં લોકડાઉન લાદી દેવાયું હતું. હવે દરરોજ 40 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે અને અત્યાર સુધી 60 લાખ 166 લોકોના કોવિડના કારણે મોત થયા છે. જો કોરોનાની રફતાર આજ રીતે વધતી રહી તો બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.
દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો સોમવારે દેશમાં 40,611 કોરોનાના કેસ નોંધાયા હતા, અને 197 મૃત્યુ પામ્યા. રવિવારે 47,009 કેસ નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં પ્રથમ વખત નવા કેસમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આ પહેલા 14 માર્ચે 26,413 કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 24,437 દર્દીઓ મળી આવ્યા હતાં. 15 માર્ચથી તેમાં સતત વધારો થતો રહ્યો હતો.