શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ શંકાસ્પદોની માહિતી આપનારને લોકોએ ફટકારી-ફટકારીને મારી નાંખ્યો
હેલ્પ સેન્ટરમાં ફોન પર માહિતી આપ્યા બાદ આરોગ્યની ટીમ તે બન્ને સંદિગ્ધોના સેમ્પલ લીધા હતા
પટનાઃ બિહારમાં કોરોનાને લઇને એક મોચા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના સીતામઢી જિલ્લામાં સંદિગ્ધ કોરોના દર્દીની જાણકારી આપનારા એક શખ્સને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લોકોએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો
ખરેખરમાં, મહારાષ્ટ્રમાંથી બે લોકો પોતાના સીતામઢીના રુન્નીસૈદપુરના માઘૌલ ગામમાં આવ્યા હતા. તેમના મહારાષ્ટ્રમાંથી પરત ગામમાં આવવાવી માહિતી આરોગ્ય વિભાગને તેમના જ ગામના એક શખ્સે આપી હતી. તેને આરોગ્ય વિભાગને ફોન કરીને કહ્યુ હતું કે તે બન્ને કોરોના સંદિગ્ધ છે.
હેલ્પ સેન્ટરમાં ફોન પર માહિતી આપ્યા બાદ આરોગ્યની ટીમ તે બન્ને સંદિગ્ધોના સેમ્પલ લીધા હતા.
આ વાતથી મહારાષ્ટ્રમાંથી પરત ફરેલા બન્ને વ્યક્તિ એટલા બધા ગુસ્સામાં આવી ગયા કે માહિતી આપનારા બબલુની મારી મારીને હત્યા કરી નાંખી હતી.
પોલીસને આ વાતની જાણ થતાં બબલુની હત્યાના ગુનામાં સાત લોકોની ધરપકડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement