શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
છિંદવાડા: દિલ્હીથી લગ્નમાં પહોંચેલા જીજાજી કોરોના પોઝિટિવ, દુલ્હા-દુલ્હન સહિત 95 લોકોને કરાયા કોરોન્ટાઈન
મધ્યપ્રદેશના છિંદવાડામાં એક જીજાજીના ચક્કરમાં દુલ્હા-દુલ્હન સહિત 95 લોકોને કોરેન્ટાઈન સેન્ટર મોકલવામાં આવ્યા હતાં.
મધ્યપ્રદેશના છિંદવાડામાં એક જીજાજીના ચક્કરમાં દુલ્હા-દુલ્હન સહિત 95 લોકોને કોરેન્ટાઈન સેન્ટર મોકલવામાં આવ્યા હતાં. છિંદવાડાના રામબાગ વિસ્તારમાં એક લગ્ન હતાં. આ લગ્નમાં દુલ્હનના જીજાજી પણ સામેલ હતા જે દિલ્હીથી આવ્યા હતાં.
લગ્ન દરમિયાન છોકરીના જીજાને કોરોના સંક્રમિત હોવાની જાણકારી સામે આવી હતી ત્યાર બાદ પ્રશાસને તમામને કોરોન્ટાઈન સેન્ટર મોકલી દીધા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હીથી આવેલા એક યુવાન સીઆઈએસએફનો જવાન છે જે છેલ્લા બે દિવસથી છિંદવાડા આવ્યો હતો. જોકે જિલ્લાના બે વિસ્તારને કન્ટેન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
છિંદવાડાના કલેક્ટર સૌરભ સુમને કહ્યું હતું કે, જેટલા સેમ્પલ ગઈકાલે મોકલાવમાં આવ્યા હતા તેમાંથી એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સુરત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion