શોધખોળ કરો
Advertisement
કોરોનાના કેસોમાં સતત વધારો થતો હોવાથી કેન્દ્ર સરકારે કેટલાં રાજ્યો માટે રિલીઝ કર્યુ આટલું મોટું ફંડ? જાણો
કોવિડ-19 કટોકટીને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયે રાજ્યો માટે નાણાંકીય ભંડોળ બહાર પાડ્યા છે. નાણાં મંત્રાલયે રાજ્યોને 17,287.08 કરોડ રૂપિયાના ફાઇનાન્સિયલ રિસોર્સિસ આપ્યા છે.
નવી દિલ્હી: કોવિડ-19 કટોકટીને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયે રાજ્યો માટે નાણાંકીય ભંડોળ બહાર પાડ્યા છે. નાણાં મંત્રાલયે રાજ્યોને 17,287.08 કરોડ રૂપિયાના ફાઇનાન્સિયલ રિસોર્સિસ આપ્યા છે. તેમાંથી 15માં નાણાપંચના 'રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ' હેઠળ 6,195.08 કરોડ રૂપિયા બહાર પાડવામાં આવ્યા છે. આ ગ્રાન્ટ 14 રાજ્યોને ફાળવવામાં આવી છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આ ભંડોળના વિતરણ અંગે માહિતી આપી હતી. નાણામંત્રી કહ્યું હતું કે, આંધ્રપ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળને અનુદાન હેઠળ રૂ. 6,195.08 કરોડ આપવામાં આવ્યા છે.
આ સિવાય રાજ્યોને એડવાન્સ પેમેન્ટ રૂપે રૂપિયા 11,092 કરોડ જાહેર કરવામાં આવ્યા છે. આ રકમ ‘સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડ’ (SDRMF) હેઠળ પ્રથમ ઈન્સ્ટોલમેન્ટ તરીકે આપવામાં આવી છે.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક સહાય પ્રદાન કરવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડની રચના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મંત્રાલયના આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ઘણાં રાજ્યોમાં કોરોના વાયરસના ચેપના કેસો સતત વધી રહ્યા છે. નાણાં મંત્રાલયે કહ્યું હતું કે, વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. આ પછી ગૃહ પ્રધાન અમિત શાહે ફંડ બહાર પાડવાની મંજૂરી આપી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement