શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: સરકારે કહ્યું- સમગ્ર દેશમાં રસીકરણની જરૂર નથી, ICMR એ કહ્યું- અમારો હેતુ ટ્રાન્સમિશન તોડવાનો
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું, દુનિયાના અન્ય દેશની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે.
નવી દિલ્હીઃ કોરોના રસીકરણને લઈ ICMRના ડીજી બલરામ ભાર્ગવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, અમારો હેતુ કોરોના વાયરસના ટ્રાન્સમિશનને તોડવાનો છે અને જો તે બ્રેક થઈ જશે તો સમગ્ર દેશમાં રસીકરણની જરૂર નહીં પડે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પણ કહ્યું કે, સમગ્ર દેશમાં રસીકરણની વાત સરકારે ક્યારેય કરી નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું, દુનિયાના અન્ય દેશની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે. છેલ્લા 7 દિવસમાં પ્રતિ 10 લાખની વસતિએ 211 કેસ છે, જ્યારે યુએસમાં 3354. આ રીતે ભારતમાં પ્રતિ દસ લાખની વસતિએ 100 મોત થયા છે. પ્રતિ દિવસ ટેસ્ટના મામલે ભારત યુએસ, રશિયા, યુકે અને ફ્રાંસથી પણ આગળ છે.
આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રાલયે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, પોઝિટિવિટી રેટ સતત ઘટી રહ્યો છે. નવા સંક્રમણના મામલામાં પણ ઘટાડો થયો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશમાં એક્ટિવ કેસ ઝડપથી ઘટી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4,35,603 છે. જ્યારે 88,89,585 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી 1,37,621 લોકોના મોત થયા છે.
Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 હજારને પાર, આજે 1477 નવા કેસ નોંધાયા
મોદી અમદાવાદમાં ઝાયડસની મુલાકાતે પંકજ પટેલની BMW કારમાં નહોતા આવ્યા ? તો પછી કોની છે આ લક્ઝુરીયસ કાર ? જાણો મહત્વની વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement