શોધખોળ કરો

Corona Vaccine: PM મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાંથી કેટલા કરોડની મળી નકલી વેક્સિન અને ટેસ્ટિંગ કિટ ? આંકડો જાણીને ચોંકી જશો

Covid-19 Vaccine: આ કેસમાં STFએ 5 લોકોની ધરપકડ પણ કરી છે. એવું જાણવા મળે છે કે ઝડપાયેલી વસ્તુઓની કિંમત આશરે 4 કરોડ છે અને આ ગેંગનું નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે.

Corona Vaccine: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં નકલી કોવિડ રસીનો મોટો જથ્થો છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સની એક મોટી કાર્યવાહીમાં અહીંથી નકલી કોવિડ ટેસ્ટિંગ કિટ્સ સાથે નકલી કોવિશિલ્ડ અને ઝાયકોવિડ મળી આવી છે. લંકા પોલીસ સ્ટેશન વિસ્તારના રોહિત નગરમાં કરાયેલી કાર્યવાહીથી આ છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આ કેસમાં STFએ 5 લોકોની ધરપકડ પણ કરી છે. એવું જાણવા મળે છે કે ઝડપાયેલી વસ્તુઓની કિંમત આશરે 4 કરોડ છે અને આ ગેંગનું નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે.

શું શું મળ્યું

સત્તાવાર માહિતી અનુસાર, વારાણસીના STF ફિલ્ડ યુનિટે રોહિત નગરમાંથી રાકેશ થાવાણી, સંદીપ શર્મા, લક્ષ્ય જાવા, શમશેર અને અરુણેશ વિશ્વકર્માની ધરપકડ કરી હતી અને નકલી ટેસ્ટિંગ કિટ, નકલી કોવિશિલ્ડ વેક્સિન, નકલી ઝાયકોવ ડી વેક્સિન, પેકિંગ મશીન, ખાલી શીશીઓ, સ્વાબ સ્ટિક મળી આવી હતી.

આરોપીએ શું કરી કબૂલાત

પૂછપરછમાં રાકેશ થાવાણીએ જણાવ્યું હતું કે તે સંદીપ શર્મા, અરુણેશ વિશ્વકર્મા અને શમશેર સાથે મળીને નકલી રસી અને ટેસ્ટિંગ કીટ બનાવતો હતો અને લક્ષ્ય જાવાને સપ્લાય કરતો હતો,.જે તેના નેટવર્ક દ્વારા વિવિધ રાજ્યોમાં સપ્લાય કરતો હતો..  પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછ અને તેમની ગેંગ વિશે માહિતી એકત્રિત કર્યા પછી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં . ફેબ્રુઆરીના સતત બીજા દિવસે બે લાખથી ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં  1,61,386  નવા કેસ નોંધાયા છે અને 1733 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,81,109 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 16,21,603 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 9.26 ટકા છે. દેશમાં 1 ફેબ્રુઆરીએ 17,42,793 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 73,24,39,986 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કુલ એક્ટિવ કેસઃ 16.21,603

કુલ ડિસ્ચાર્જઃ  3,95,11,307

કુલ મૃત્યુઆંકઃ  4,97,975

કુલ રસીકરણઃ  167,29,42,707 (જેમાંથી ગઈકાલે 57,42,659 ડોઝ આપવામાં આવ્યા હતા.)  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget