ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે કોરોનાની રસી કેટલી અસરકારક? ક્યાં દેશમાં નોંધાયા આ વેરિયન્ટના સૌથી વધુ કેસ
કોરોના વાયરસની બીજી લહેરમાં મોતના તાંડવ બાદ હવે કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેરના અંત બાદ હવે થર્ડ વેવની પણ શક્યતા જોવાઇ રહી છે. કોરોના વાયરસની થર્ડ વેવ માટે ડેલ્ટા વેરિયન્ટને વધુ જવાબદાર મનાશે, તેવી એક્સપર્ટ શકયતા વ્યકત કરી રહ્યાં છે. જો કે દેશમાં વાયરસ સામે લડવા માટે વેક્સિનેશન પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. તો શું આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે કોરોનાની વેક્સિન રક્ષણ આપશે, જાણીએ
Corona Virus: કોરોના વાયરસની બીજી લહેરમાં મોતના તાંડવ બાદ હવે કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેરના અંત બાદ હવે થર્ડ વેવની પણ શક્યતા જોવાઇ રહી છે. કોરોના વાયરસની થર્ડ વેવ માટે ડેલ્ટા વેરિયન્ટને વધુ જવાબદાર મનાશે, તેવી એક્સપર્ટ શકયતા વ્યકત કરી રહ્યાં છે. જો કે દેશમાં વાયરસ સામે લડવા માટે વેક્સિનેશન પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. તો શું આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે કોરોનાની વેક્સિન રક્ષણ આપશે, જાણીએ
કોરોના વાયરસ પર સ્ટડી કરી રહેલા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, થર્ડ વેવની મહારાષ્ટ્રમાં દસ્તક આગામી બેથી ત્રણ સપ્તાહમાં થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, આ રાજ્યમાં જ નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસ જોવા મળ્યો છે અને અહીં આ વેરિયન્ટના અહીં 21 કેસ સામે આવ્યાં હતા. એક્સ્પર્ટની માનીએ તો ડબલ મ્યુટન્ટ એટલે કે ડેલ્ટા વેરિયન્ટમાં વધુ ફેરફાર થઇ રહ્યાં છે. આ વેરિયન્ટ માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશામાં પણ જોવા મળ્યો છે. જેને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કહેવાય છે. જો સાવધાની નહીં રખાઇ તો થર્ડવેવમાં એક્ટિવ કેસ આઠ લાખ સુધી પહોંચી શકે. થર્ડ વેવમાં 10 ટકા બાળકોના સંક્રમણની પણ શક્યતા જોવાઇ રહી છે.
શું ડેલ્ટા પ્લસ સામે કોવિડ-19ની વેક્સિન અસરકારક છે?
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, બંને ભારતીય કોરોના વેક્સિન કોવેક્સિન અને કોવીશીલ્ડ ડેલ્ટા વેરિયન્ટ સામે લડવા માટે અસરકારક છે. જો કે કેટલી હદે અને કયા અનુપાતમાં એન્ટીબોડી બનાવી શકે છે. તેથી જાણકારી ટૂંક સમયમાંજ શેર કરવામાં આવશે,
વાયરસ કઇ રીતે સ્વરૂપ બદલે છે?
વાયરસની મૂળ જિનોમિક સંરચનામાં ફેરફાર થાય છે. જેને મ્યુટન્ટ કહે છે. એક્સ્પર્ટના મત મુજબ વાયરસ જેમ જેમ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. વાયરસ તેનું સ્વરૂપ બદલે છે. જો કે વાયરસને માત આપવી હશે તો ખૂબ જ સાવધાની રાખવી પડશે. જેથી તેના સંક્રમણને અટકાવી શકાય.
કયાં દેશોમાં જોવા મળ્યો ડેલ્ટા પ્લસ
અમેરિકા, બ્રિટેન,સ્વિટઝરલેન્ડ,જાપાન,પોલેન્ડ, નેપાળ, ચીન અને રશિયામાં કોરોનાના ન્યૂ વેરિયન્ટ ડેલ્ટા પ્લસના કેસ નોંધાઇ રહ્યાં છે.