શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: દરેક બેચમાં કેટલા લોકોને અપાશે રસી, કેટલો લાગશે સમય, જાણો વિગત
સૂત્રોના કહેવા મુજબ, રસીકરણમાં ઓછામાં ઓછો 30 મિનિટનો સમય લાગશે. દરેક સત્રમાં 100 શોટ્સનો પ્રબંધ કરાશે.
નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને હજુ પણ અનેક લોકોમાં ભયનો માહોલ છે. લોકો કોરોના રસી આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ઘણી દવા બનાવતી કંપનીઓ વેક્સિન આવવાની રાહ જોઈ રહી છે. આ દરમિયાન કોરોના રસી કેવી રીતે લાગશે તેની પણ જાણકારી સામે આવી છે.
ટોચના સરકારી સૂત્રોના કહેવા મુજબ, વેક્સિન લગાવવાના દિશાનિર્દેશોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. પ્રત્યેક રસીકરણ કેન્દ્રમાં ત્રણ અલગ અલગ રૂમ હશે. પ્રથમ રૂમમાં લાભાર્થીએ રાહ જોવી પડશે, બીજા રૂમાં તંત્ર દ્વારા રસી આપવામાં આવશે અને છેલ્લે પ્રતીક્ષા ખંડમાં મોકલવામાં આવશે. જ્યાં કોઈ આડઅસર થાય છે કે નહીં તે જોવામાં આવશે. અહીંયા તેણે લગભગ 30 મિનિટ સુધી બેસવું પડશે.
સૂત્રોના કહેવા મુજબ, રસીકરણમાં ઓછામાં ઓછો 30 મિનિટનો સમય લાગશે. દરેક સત્રમાં 100 શોટ્સનો પ્રબંધ કરાશે. 30 મિનિટ બાદ રસીકરણની પ્રતિકૂળ અસર જોવા મળશે તો જાહેર કરાશે. દરેક સત્રમાં 100 લોકોને જ રસી આપવામાં આવશે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 26,537 નવા કોવિડ-19 કેસ અને 385 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 97,03,770 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,40,958 લોકોના મોત થયા છે. દેશમાં 91,78,946 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 3,83,866 છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement