શોધખોળ કરો
કોરોના રસીના 4 કરોડ ડૉઝ તૈયાર, જાન્યુઆરી સુધી 30 કરોડ ટાર્ગેટ, અડધી ભારત માટે રિઝર્વ
એસઆઇઆઇ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગુરુવારે કહ્યું કે, કોવિશિલ્ડના ફેઝ ત્રણ ટ્રાયલ માટે દેશભરમાંતી 1600 પાર્ટિસિપેન્ટ્સને એનરૉલ કરવામાં આવ્યા છે

નવી દિલ્હીઃ કોરોનાની રસીને લઇને ભારત માટે મોટ સમાચાર સામે આવ્યા છે. કોરોના વેક્સિનની ઉપલબ્ધતા નક્કી કરવા માટે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા પોતાના રિસ્ક પર 4 કરોડ ડૉઝ તૈયાર કરી ચૂક્યુ છે. કંપની ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન કેન્ડિડેટ કૉવિશિલ્ડનુ પ્રૉડક્શન કરી રહી છે. એઆઇઇ જાન્યુઆરી 2021 સુધી 20-30 કરોડ ડૉઝનો સ્ટૉક તૈયાર કરી લેવા માંગે છે. યુનાઇટેડ કિંગડમેમા ડેવલપ કરવામાં આવેલી આ વેક્સિનનુ યુકે ઉપરાંત ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને અમેરિકામાં ટ્રાયલ થઇ રહ્યો છે. એસઆઇઆઇ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગુરુવારે કહ્યું કે, કોવિશિલ્ડના ફેઝ ત્રણ ટ્રાયલ માટે દેશભરમાંતી 1600 પાર્ટિસિપેન્ટ્સને એનરૉલ કરવામાં આવ્યા છે. ફેઝ 2/3 ટ્રાયલના પરિણામની મદદથી આઇસીએમઆર અને એસઆઇઆઇમાં વેક્સિનની જલ્દી ઉપલબ્ધતાની સંભાવના શોધીશુ. આ ભારતમા ટેસ્ટ થઇ રહેલી અત્યાર સુધીની સૌથી એડવાન્સ્ડ કોરોના વેક્સિન છે. એસઆઇઆઇએ ગવી, બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને 2021માં ઓછામા ઓછી મધ્યમ આવક વાળા દેશો માટે 20 કરોડ ડોઝ સપ્લાય કરવાનો સોદો કર્યો છે. આ ડીલ 3 ડૉલર પ્રતિ ડૉઝના રેટ પર થયેલો છે. કંપનીને આના માટે 300 મિલિયન ડૉલરની રિસ્ક ફન્ડિંગ મળ્યુ છે. આ ડીલ અંતર્ગત કંપની ભારત અને ઓછી અને મધ્યમ આવક વાળા દેશો માટે એક સુરક્ષિત અને પ્રભાવી કૉવિડ-19 વેક્સિનની કરોડ ડૉઝ સપ્લાય કરશે.
વધુ વાંચો





















