શોધખોળ કરો
Coronavirus: નેશનલ એક્સપર્ટ ગ્રુપની પ્રથમ બેઠક થઈ, કોરોના વેક્સીનની ઉપલબ્ધતા અને વિતરણને લઈ શું થઈ ચર્ચા, જાણો વિગતે
બેઠકમાં કોરોનાની રસીની ઉપલબ્ધતા અને વિતરણને સુનિશ્ચિત કરવાની રણનીતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો.
![Coronavirus: નેશનલ એક્સપર્ટ ગ્રુપની પ્રથમ બેઠક થઈ, કોરોના વેક્સીનની ઉપલબ્ધતા અને વિતરણને લઈ શું થઈ ચર્ચા, જાણો વિગતે Corona Vaccine: national expert group on vaccine administration for covid 19 met first time Coronavirus: નેશનલ એક્સપર્ટ ગ્રુપની પ્રથમ બેઠક થઈ, કોરોના વેક્સીનની ઉપલબ્ધતા અને વિતરણને લઈ શું થઈ ચર્ચા, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/13010727/covid-vaccine2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના વાયરસની વેક્સીનને લઈ બુધવારે નેશનલ એક્સપર્ટ ગ્રુપની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠક નીતિ આયોગના સભ્ય ડો. વી કે પોલની અધ્યક્ષતામાં થઈ હતી. બેઠકમાં કોરોનાની રસીની ઉપલબ્ધતા અને વિતરણને સુનિશ્ચિત કરવાની રણનીતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો. સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની જાણકાર આપી હતી.
આ વિશેષ સમિતિ રસી વિકસિત થયા બાદ તેના પ્રબંધ, વિતરણ અને કોલ્ડ ચેનને કાર્યરત તથા રસી આપનારા લોકોને પ્રશિક્ષિત કરવા પ્રાથમિકતા આપવી જેવી બાબતો પર રણનીતિ તૈયાર કરશે. આ પહેલા મંત્રાલયે ટ્વિટ કરીને જાણકરી આપી હતી.
આઈસીએમઆરના ડાયરેક્ટર બલરામ ભાર્ગવે ગત મંગળારે કહ્યું હતુ કે, કોવિડ 19ના બે સંભવિત રસીના માનવીય ક્લિનિકલ પરીક્ષણનો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે અને પરીક્ષણ બીજા તબક્કામાં પહોંચી ચૂક્યું છે. આ રસીને ભારત બાયોટેક, આઈસીએમઆર અને ઝાયડસ કેડિલા લિમિટેડ સાથે મળીને સ્વદેશણાં વિકસિત કરવામાં આવી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 23 લાખ 29 હજાર 638 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 46,091 લોકોનાં મૃત્યુ થઈ ગયું છે, જ્યારે 16 લાખ 39 હજાર લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 60,963 નવા કેસ સામે આવ્યા છે અને 834 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)