શોધખોળ કરો

Corona Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવશે નાકથી અપાતી રસી, જાણો કેવી રીતે કરશે કામ

નાકની રસીની કામગીરી અને તેને કેવી રીતે આપવામાં આવશે તેની વિગત આપતા તેમણે કહ્યું કે, "જો તમે નાકની રસીનો એક ડોઝ લો તો તમે ચેપને બ્લોક કરી શકો છો અને ત્યાંથી ટ્રાન્સમિશન ચેઇનને બ્લોક કરી શકો છો. તે પોલિયોના 4 ટીપા જેવું છે, જેમાં બંને નસખોરામાં બે-બે ટીપા નાંખવામાં આવશે.

નવી દિલ્હીઃ ભારતને ટૂંક સમયમાં નાક (Nasal Vaccine) દ્વારા આપવામાં આવતી કોરોના રસી મળી શકે છે. ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયાએ થોડા દિવસ પહેલા હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીની નાકથી આપવામાં આવતી રસીના પ્રથમ તબક્કાને પરીક્ષણને મંજૂરી આપી હતી. જેને લઈ ભારત બાયોટેકના એમડી ડો. ક્રિષ્ના એલ્લાએ (Bharat Biotech MD Dr Krishna Ella) એક ચેનલ સાથે એક્સક્લુસિવ વાત કરી હતી.

સોય દ્વારા  આપવામાં આવતી રસી (Injectible vaccines) ફક્ત નીચલા ફેફસાં, ઉપલા ફેફસાં અને નાક સુધી જ સુરક્ષિત નથી હોતી. રસી અપાયેલા લોકોને ચેપ લાગી શકે છે. પરંતુ રસી તમને હોસ્પિટલમાં દાખલ થવામાં રોકે છે. તમને 2-3 દિવસ સુધી તાવ આવે છે. પરંતુ મૃત્યુદરમાં ઘટાડો થશે.

નાક દ્વારા આપવામાં આવતી રસી રસ્તામાં જ છે. અમારી પ્રથમ તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે અને 8 મે છેલ્લી તારીખ છે. અમે (ભારત બાયોટેક) નાકની રસી લઈને આવનાર વિશ્વના પ્રથમ  હોઈશું. અમે નાકની રસીના ડેટાની રાહ જોઈ રહ્યા છીએ. જો નિયમનકારો મદદ કરે તો અમે યુએસ અને ચીન તરફથી સ્પર્ધા હોવા છતાં આપણે પ્રથમ હોઈશું, તેમ કૃષ્ણ એલ્લાએ ઉમેર્યું.  

નાકની રસીની કામગીરી અને તેને કેવી રીતે આપવામાં આવશે તેની વિગત આપતા તેમણે કહ્યું કે, "જો તમે નાકની રસીનો એક ડોઝ લો તો તમે ચેપને બ્લોક કરી શકો છો અને ત્યાંથી ટ્રાન્સમિશન ચેઇનને બ્લોક કરી શકો છો. તે પોલિયોના 4 ટીપા જેવું છે, જેમાં બંને નસખોરામાં બે-બે ટીપા નાંખવામાં આવશે.

ડબ્લ્યુએચઓ જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ નાક દ્વારા આપવામાં આવતી રસીને સેકન્ડ જનરેશનની રસી તરીકે ખાતરી આપી રહ્યા છે. ઈંજેક્શન દ્વારા અપાતી રસી ચેપ રોકી શકતી નથી. અમે નાકની રસીને લઈ વૈશ્વિક ધોરણે સમજૂતી કરીશું, તેમ જણાવ્યું હતું.

ભારત બાયોટેકે COVAXIN ડોઝની કિંમતની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે રાજ્ય સરકાર માટે પ્રતિ ડોઝ 600 રુપિયા અને ખાનગી હોસ્પિટલો માટે 1,200 રૂપિયા પ્રતિ ડોઝ આપવામાં આવશે. ભારત બાયોટેકે કહ્યું કેંદ્ર સરકારના નિર્દેશ અનુસાર અમે COVAXIN ડોઝની કિંમત નક્કી કરી છે. ભારત બાયોટેકનું કહેવું છે કે સરકારના નિર્દેશો અનુસાર અમે Covaxin ડોઝની કિંમતોની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર માટે પ્રતિ ડોઝ 600 અને ખાનગી હોસ્પિટલ માટે 1200 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કરવામાં આવ્યા છે.    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ

હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો

Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત

Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ

Embed widget