શોધખોળ કરો
Advertisement
દેશમાં ક્યારે આવશે કોરોનાની રસી ? જાણો સ્વાસ્થ્ય મંત્રીએ શું કર્યો મોટો ખુલાસો
સંડે સંવાદ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, આપણી પાસે વેક્સીન માટે 40 કેન્ડિડેટ છે. જેઓ ક્લીનિકલ ટ્રાયલના અલગ અલગ સ્તર પર છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને મંગળવારે કહ્યું કે આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં એકથી વધુ વેક્સીન ઉપલબ્ધ થશે. દેશમાં તેના ડિસ્ટ્રીબ્યુશનના પ્લાનિંગ પર કામ શરૂ થઈ ગયું છે. હર્ષવર્ધને આ માહિતી મંત્રી સમૂહની બેઠક દરમિયાન આપી છે.
સંડે સંવાદ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, આપણી પાસે વેક્સીન માટે 40 કેન્ડિડેટ છે. જેઓ ક્લીનિકલ ટ્રાયલના અલગ અલગ સ્તર પર છે. તેમાંથી 10 ત્રીજા તબકકામાં છે. જે આપણને રસી કેટલી સુરક્ષિત છે તે જણાવશે., અમે આશા રાખી રહ્યા છીએ કે આગામી વર્ષની શરૂઆતમાં એકથી વધારે સ્ત્રોતોથી દેશમાં વેક્સીન મળી જશે. આપણા વિશેષજ્ઞ પહેલાથી જ દેશમાં વેક્સીન વિતરણની યોજના બનાવવાની રણનીતિ તૈયાર કરી રહ્યા છે.
દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 71 લાખ 73 હજાર 565 થયો છે, જ્યારે 710 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં એક્ટિવ કેસમાં 21 દિવસનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં 25 હજાર કેસ ઘટ્યા છે. આ પહેલાં 21 સપ્ટેમ્બરે 28 હજાર 653 કેસ ઘટ્યા હતા.
દેશમાં છેલ્લાં બે સપ્તાહમાં 10 લાખ કેસ વધ્યા છે. જોકે 24 કલાકમાં પ્રકાશમાં આવનારા સંક્રમિતોની સરેરાશ સંખ્યા હવે 72થી 74 હજારની વચ્ચે થઈ છે. બે સપ્તાહ પહેલાં પ્રત્યેક દિવસે 90 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવતા હતા.
અત્યારસુધીમાં 62.24 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 1 લાખ 9 હજાર 894 દર્દીનાં મોત થયાં છે. રિકવરીનો આંકડો વધવાથી એક્ટિવ કેસ પણ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 71 હજાર 559 લોકો સાજા થવાથી એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8.61 લાખ થઈ છે. સતત ચાર દિવસથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 9 લાખથી નીચે રહી છે. આ આંકડો covid19india.org મુજબનો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement